ગાંધીનગર-ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા કામ કરતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એક અગત્યની જાહેરાત કરી છે. જેને લઇને ફરસાણના વેપારીઓ પર સારું તેલ વાપરવાનું દબાણ સર્જાશે.ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફરસાણ તળવા માટે ઉપયોગાં લેવાતું તેલ એખ જ વાર વાપરી શકાશે. મોટાભાગના વેપારીઓ એક જ તેલમાં વારંવાર ફરસાણ તળતાં હોવાથી અનેક પ્રકારના રોગોને આમંત્રણ મળતું હોવાને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇને વેપારીઓ હવેથી એક જ તેલમાં વારંવાર ફરસાણ નહીં તળી શકે.
કોશિયાના જણાવ્યાં પ્રમાણે તેલનો ટોટલ પોલરાઇઝેશન કમ્પાઉન્ડ 25 ટકાથી વધુ થશે તો તેવા ફરસાણના દુકાનદાર ફોજદારી પગલાં લેવામાં આવશે. આ કાયદો સમગ્ર રાજ્યમાં પહેલી જુલાઇથી અમલમાં આવશે.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કૂકિંગ ઓઇલની ગુણવત્તા ચકાસવા હવે ખાસ ડીવાઇસ પણ વસાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે તેલમાં વારંવાર તળવાથી આરોગ્યવિષયક સમસ્યાઓ સાથે કેન્સર જેવો જીવલેણ રોગ થવાની પણ સંભાવના ઊભી થાય છે.