રક્ષાબંધન: મહામારી વચ્ચે મંદીનો માહોલ

અમદાવાદ: કોરોનાની મહામારી ના કારણે ઉત્સવો અને તહેવારની ઉજવણી માટે સામગ્રીનું વેચાણ કરી પેટિયું રળતા લોકો પર માઠી અસર પડી છે. આ વર્ષે શ્રાવણ માસનો મહિમા અને મંદિરોમાં ભક્તો ની હાજરી, ભક્તિમય માહોલની ઉણપ જોવા મળી રહી છે. ભાઇ બહેનના પવિત્ર તહેવારને પણ રક્ષાબંધન ને ગણતરી ના દિવસો જ બાકી છે, એમ છતાં રાખડીઓ ના હોલસેલ અને રીટેઈલ માર્કેટમાં ભારે મંદી જોવા મળી રહી છે.

અમદાવાદ શહેર ના ટંકશાળ કાલુપુર ના જથ્થાબંધ વેપારીઓના ત્યાં સુખડ, રેશમ, મોતી, ગોટા, બાળકો માટે કાર્ટુન વાળી વૈવિધ્ય સભર રાખડીઓ મોટા પ્રમાણમાં આવી ગઇ છે. પરંતુ શહેર દિલ્હી દરવાજા સહિત ના રીટેઈલ બજારમાં વેપારી ઓએ કોરોના કાળમાં વેચાણ માટે અડધા કરતાં પણ ઓછો માલ ભર્યો છે.

વર્ષો થી સિઝનેબલ ચીજવસ્તુઓ નો ધંધો કરતાં વેપારીઓ ચિત્રલેખા. કોમને કહે છે મંદી અને મહામારી ના ડરથી લોકો બજારમાં આવવાનું ટાળે છે. આ કારણે જ રાખડીઓ માં વિવિધતા આવી છે પણ આ વર્ષે માલ ઓછો ભર્યો છે. રક્ષાબંધન ના તહેવાર ના ગણતરી ના કલાકો માં કદાચ સ્થાનિક ગ્રાહકો તો ખરીદી કરવા આવશે જ એવી આશા સેવી ને બેઠા છીએ.

(પ્રજ્ઞેશ વ્યાસ)