રાજકોટઃ શિવભક્તિ માટે પરમ શ્રેષ્ઠ ગણાયેલો માસ એટલે શ્રાવણ માસ..ગુજરાતભરના તમામ જાણીતાં મહાદેવ મંદિરો પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે, જ્યાં અનન્ય આસ્થાનો મહાસાગર ઘૂઘવી રહ્યો છે. આરતીદર્શનની અમારી શ્રેણીમાં આજે મંદિર વિશેષ છે રાજકોટનું રામનાથ મહાદેવ મંદિર…
આ છે રાજકોટમાં આજીડેમની વચ્ચે આવેલું રામનાથ મહાદેવનું મંદિર. રામનાથ મહાદેવનું આ મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે. લાખો લોકોની શ્રદ્ધા રામનાથ મહાદેવ સાથે જોડાયેલી છે અને શ્રાવણ મહિનાના પર્વને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યાં છે. આ રામનાથ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે મહાદેવજીની પાલખી યાત્રા કાઢવામાં આવે છે. જેમાં પાલખી યાત્રામાં હજારો લોકો જોડાય છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામનાથ મહાદેવના દર્શને આવી રહ્યાં છે અને પૂજન-દર્શન તેમ જ આરતીનો લહાવો લઈ રહ્યાં છે.