શિયાળાની સાથે જ દિલ્હીની હવા ઝેરી બનવા લાગી છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ સતત વધારો નોંધાય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે AQI 400ને પાર થઇ ગયો છે. ગુજરાતમાં પણ ધીરે-ધીરે પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. 19 નવેમ્બરના સુરતમાં સૌથી વઘુ 263નો એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે ગુજરાતીઓ હાલ દિવસમાં બે સિગારેટ પીવે તેટલું પ્રદૂષણનું પ્રમાણ છે.
સૂત્રોના આંકડાનું માનીયે તો, ગુજરાતમાંથી મંગળવારના સુરતમાં 263ના એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે સૌથી વઘુ પ્રદૂષિત હવા હતી. તજજ્ઞોના મતે 201-300 વચ્ચે એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તે તેને ખરાબની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જેમાં લાંબો સમય રહેવાથી શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઇ શકે છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર જાય તો તંદુરસ્ત વ્યક્તિને પણ અસર કરે છે. તબીબોના મતે શ્વાસની સમસ્યા હોય તેમના માટે હાલ માસ્ક પહેરીની બહાર નીકળવું હિતાવહ છે. 19 નવેમ્બર સુધીમાં સુરતનો AQI 263 નોંધાય રહ્યો છે, જે ગુજરાતમાં સૌથી વધું AQI છે. આ ઉપરાંત અંકલેશ્વનો AQI 182 નોંધાયો છે. અમદાવાદનો 182, વટવાનો 118 AQI અને ગાંધીનગરનો AQI 113 નોંધાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માપદંડ કરતાં પણ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ 60 ગણું વધારે છે. દિલ્હીમાં હાલ પ્રદૂષણનું પ્રમાણ દિવસમાં 49 સિગારેટ પીવા સમાન છે. જેના ઉપરથી જ દિલ્હીમાં પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. અન્ય રાજ્યોમાંથી હરિયાણામાં 29, બિહારમાં 10, ઉત્તર પ્રદેશમાં 9.50, ઓડિશા-બંગાળ-રાજસ્થાનમાં 7.5, સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ છે.