અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને જ બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે પીએમ મોદી સૂરત અને નવસારીની મુલાકાત લેશે. PM મોદીના આગમનને લઈને સૂરતમાં તૈયારીઓ શરૂ થઈ છે.
સૂરતમાં પીએમ મોદી ઈન્ડોર સ્ટેડિયમમાં સભા સંબોધશે. આ સ્ટેડિયમ ન્યૂયોર્ક ટાઈમ્સ મેડિશન સ્કેવર થીમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદી ડૉક્ટર, ઈજનેર કોલેજના યુવા વર્ગને સંબોધશે. 15 હજાર જેટલા પ્રોફેશનલ્સ સાથે PM મોદી ચર્ચા કરશે.
પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
આવતીકાલે બપોરે 12.35 કલાક સૂરત એરપોર્ટ ખાતે આગમન થશે અને ત્યારબાદ 1.30 થી 2.00 કલાકે નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત તથા પાલિકાના 1000 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને અહીં સભાને પણ સંબોધન કરશે.
બપોરે 2 વાગે સૂરત એરપોર્ટથી મોદી વિનસ હોસ્પિટલ રામપુરા જવા રવાના થશે અને ત્યારબાદ 2.20 થી 3.05 કલાકે વિનસ હોસ્પિટલનું ઉદ્દઘાટન અને સભા કરશે.ત્યાંથી 3.05 કલાકે સૂરત એરપોર્ટ જવા રવાના થશે.અને ત્યાંથી 3.30 સૂરત એરપોર્ટથી દાંડી નવસારી જશે.
03.50 કલાકથી 05.30 દાંડી નવસારીનો કાર્યક્રમ પતાવીને 05.30 કલાકે દાંડીથી સૂરત એરપોર્ટ આવશે. 05.50 કલાકે સૂરત એરપોર્ટથી ઇન્ડોર સ્ટેડિયમ આવશે.જ્યાં 6.10 થી 7.10 એક કલાક સ્ટેડિયમ ખાતે ડોકટરો અને સી.એ સાથે સંવાદ કાર્યક્રમ કરશે. અને ત્યારબાદ સાંજે 7.10 વાગ્યે એરપોર્ટ જવા રવાના.