ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજ્ય પ્રવાસે છે, તેમણે આજે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું. દેશ-વિદેશની અનેક કંપનીઓએ ભારતમાં મૂડીરોકાણ કરવા આવી છે. આ કંપનીઓ ભારતમાં તકો જોઈ રહી છે. જેથી આ કંપની ભારતમાં મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું હતું કે દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા સરકાર ટેક કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડિસ્કશન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લીધો હતો.
A semiconductor revolution is in the offing in India. Addressing the SemiconIndia Conference 2023. https://t.co/KhzIyPyxHt
— Narendra Modi (@narendramodi) July 28, 2023
વડા પ્રધાને ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમમાં વિવિધ કંપનીઓના CEOઓને સંબોધતાં કહ્યું હતું કે ભારત હવે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે તકોનું વિશ્વ પ્રદાન કરે છે. આજે વિશ્વ ઇન્ડસ્ટ્રી 4.0નું સાક્ષી છે. વિશ્વમાં જ્યારે પણ કોઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે ત્યારે તેનો પાયો કોઈપણ પ્રદેશના લોકોની આકાંક્ષાઓ રહ્યો છે.