PM મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ વડા પ્રધાન મોદી અમદાવાદમાં આવી પહોંચ્યા હતા, એ પછી તેઓ સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, વડા પ્રધાન મોદીએ સાબરમતી આશ્રમમાં હૃદયકુંજમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી  તેમણે હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી. આશ્રમની વિઝિટર્સ બુકમાં વડા પ્રધાને મેસજ લખ્યો. વડા પ્રધાને આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. આ આઝાદીના અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. વડા પ્રધાને આઝાદીના અમૃત મહોત્સવની વેબસાઇટ  india75.nic.in પણ લોન્ચ કરી હતી.

વડા પ્રધાન મોદી દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. વડા પ્રધાનની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યના રાજ્યપાલ અને અન્ય નેતાઓ સાથે છે.

વળી, વડા પ્રધાન મોદી દાંડી પૂલથી પ્રતિકાત્મક દાંડી યાત્રાને લીલી ઝંડી આપશે. દાંડી માર્ચને લીલી ઝંડી આપ્યા બાદ વડા પ્રધાન મોદી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ પ્રતીકરૂપે આ દાંડીયાત્રામાં જોડાશે. તેમની સાથે કેંદ્ર અને રાજ્ય સરકારના કેટલાક પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે.

આ દાંડીયાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે.