અમદાવાદઃ પાકિસ્તાને ગુજરાત પાસેની આંતરરાષ્ટ્રીય જળ સીમાને પાર કરવા બદલ 56 ભારતીય માછીમારોને પકડ્યા છે. પાકિસ્તાની મેરિટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA) એ માછીમારોની બોટ જપ્ત કરી લીધી છે. આ બોટો પાકિસ્તાની મેરિટાઇમ અને વેરાવળની બતાવવામાં આવી રહી છે. આ બધા માછીમારોને કરાચી લઈ જવામાં આવ્યા છે.
ગુજરાતના માછીમારો માછલી પકડવાની લાલચમાં વારંવાર આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખા (IMBL)ને પાર કરીને પાકિસ્તાનની સીમામાં પહોંચી જાય છે.
કોરોના કાળમાં આવું પહેલી વાર એવું થયું છે, જ્યારે પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને પકડવામાં આવ્યા હોય. આ પહેલાં ફેબ્રુઆરીમાં પાકે ત્રણ બોટ સાથે 17 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. ત્યારે એક સપ્તાહમાં એ અપહરણની ત્રીજી ઘટના હતી.આ પહેલાં જાન્યુઆરીમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે પાકિસ્તાનના કબજામાં ગુજરાતના માછીમારોને જલદી પરત લાવવાના પ્રયાસ કરવામાં આવશે. ગુજરાતનો સમુદ્રકિનારો પાકિસ્તાથી જોડાયેલો છે. એટલા માટે એ વધુ સંવેદનશીલ છે.