‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’નું આયોજન

હવેથી દર રવિવારે સવારે ૦૭ થી ૧૦ વાગ્યા સુધી નવજીવન ટ્રસ્ટના આંગણે યોજાશે ‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’.

અહીં અમદાવાદના નગરજનોને ખેડૂતોએ પોતાના ખેતરમાં પ્રાકૃતિક રીતે વાવેલાં લીલાં શાકભાજી, ફળ, અનાજ-કઠોળ અને મસાલા મળશે.  આવતીકાલ ૦૩ ડિસેમ્બર ૨૦૨૩થી નવજીવન ટ્રસ્ટ અને સૃષ્ટિ ઈનોવેશનનો સંયૂક્ત ઉપક્રમનો પ્રારંભ થાય છે.

હવેથી દર રવિવારે નવજીવન ટ્રસ્ટના ફળિયે આ ખેડૂતમિત્રો પોતાના ખેતરમાં પ્રાકૃતિક શૈલીથી ખેતી કરીને ઉગાડેલાં લીલાં શાકભાજી, તાજાં ફળો, અનાજ-કઠોળ અને મસાલા લાવશે અને વેચશે. આ હાટમાં જે કંઈ વેચાણ થાય એની સીધી રકમ ખેડૂતમિત્રોના ખિસ્સામાં જશે, વચ્ચે કોઈ વચેટિયા કે માધ્યમનો કોઈ રીતે હસ્તક્ષેપ નહીં હોય. તો અમદાવાદીઓ તૈયાર થઈ જાઓ ખેડૂતોની હાટમાં નેચરલ ફાર્મિંગથી ઉછેર્યા હોય એવાં શાકભાજી,ફળ, અનાજ-કઠોળ અને મસાલાની ખરીદી માટે. અહીં એક વાર મુલાકાત તો લેવા જેવી ખરા.