ગણેશ વિસર્જન પર નહીં નડે વરસાદ, 24 કલાક 34 તાલુકામાં મેઘ મહેર

ગુજરાત આ વર્ષે વરસાદ ગ્રાફ ખુબ ઉપર ગયો છે. ચોમાસા દરમિયાન સરેરાશ વરસાદથી વધુ ગુજરાતમાં વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત વરસાદનું જોર ઘટતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 34 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાય છે. જેમાં નવસારીના ચિકલી તાલુકામાં સૌથી વધુ 27 મીમી વરસાદ નોંધાય છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજ સુધીમાં સરેરાશ 44 ઈંચ એટલે અને સૌરાષ્ટ્રમાં નોર્મલ 30.50 સામે 38 ઈંચ એમ એકંદરે સવાયો વરસાદ વરસી ગયો છે. અને ગુરૂવારે સૌરાષ્ટ્રમાં એકદંરે વરસાદનો વિરામ યથાવત રહ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના સુબીર, વધઇ, ગણદેવીમાં 20 મીમી કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 19 તાલુકામાં સરેરાશ 1 થી 19 મી.મી. વરસાદ નોંધાયો હતો.

સરકારી આંકાડ પ્રમાણે હાલ સુધીમાં રાજ્યમાં 1098 મી.મી. (આશરે 44 ઈંચ), તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 79.50 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 38 ઇંચ વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એકદંરે 24 ટકાથી વધુ, સૌરાષ્ટ્રમાં 28 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 144 ડેમ ભરાયેલા હોઈ હાઈ એલર્ટ ઉપર છે. જો કે ભારે વરસાદના પગલે ભારે વાવેતર થઈ શક્યું નથી અને આજ સુધીમાં 99 થી 97 ટકા વાવણી પૂરી થઈ છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સહિત અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત આગામી 18 સપ્ટેમ્બર સુધી હાલમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી. આમ, 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે ત્યારે ત્યાં સુધી હાલમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી. જો કે છૂટાછવાયા સ્થળે હળવા-ભારે ઝાપટાં વરસી શકે છે.