અમદાવાદ-નેશનલ ઇન્ટીટ્યૂટ ઓફ ડિઝાઇન NID જ્વી વિશ્વપ્રસિદ્ધ સંસ્થામાં મીટૂ જેવી ફરિયાદને લઇને પ્રોફેસરની હકાલપટ્ટી કરવામાં આવી છે.
અમદાવાદમાં વિદ્યાર્થિનીઓની છેડતી મુદ્દે કેટલાક સમય પહેલાં ફરિયાદ કરવામાં આવી હતી.જેને લઇને પગલું લેતાં મેનેજમેન્ટે પ્રોફેસર કિશ્નેશ મહેતાને સસ્પેન્ડ કરી દીધાં છે. આ સાથે જ પ્રોફેસરને એનઆઇડીના કેમ્પસમાં પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
રોફેસર ક્રિશ્નેશ મહેતા એનઆઇડી અમદાવાદમાં 25 વર્ષથી ઇન્ટરિસીપ્લીનરી સ્ટડીઝ અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન વિષય ભણાવતા હતા. ક્રિશ્નેશ વિરુદ્ધ વિદ્યાર્થીઓના ગ્રૂપે સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. જેમાં અભ્યાસ દરમિયાન વર્તણૂકને લઇને ફરિયાદ કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ બે મહિના પહેલા પ્રોફેસર ક્રિશ્નેશ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદતપાસ કમિટીની રચના કરવામાં આવી હતી, આ કમિટીએ તપાસ બાદ પ્રોફેસર ક્રિશ્નેસને સસ્પેન્ડ કરવાનો નિર્મય લીધો હતો.