દીવાળી વેકેશન પૂર્વે શાળાઓમાં યોજાઈ રંગોળી સ્પર્ધા

અમદાવાદ- શાળાના શૈક્ષણિક કાર્યના પ્રથમ સત્રનો આજે છેલ્લો દિવસ હતો. દીવાળી વેકેશન પૂર્વે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અનેક શાળામાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ- ઉત્સવ સાથે નું જોડાણ રહે સાથે પોતાની આવડત-કૌશલ્ય બહાર આવે એ હેતુથી તહેવારો માં સ્પર્ધાઓ રાખવામાં આવે છે. શહેરની શાળાઓમાં રંગોળી સ્પર્ધા, સુશોભન, કળાત્મક દિવડાં બનાવવા, બોર્ડ સુશોભન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

શહેરની શાળાઓના હજારો બાળકો એ કળાત્મક રંગોળી પૂરી, શાળા ને સુશોભિત કર્યા બાદ સૌ કોઈને દીપોત્સવીની શુભ કામનાઓ પાઠવી હતી. મણીનગર ની સરસ્વતી અને ઘાટલોડિયામાં આવેલા  અક્ષર વિદ્યાલયના બાળકો એ મોટી સંખ્યામાં ભાગ લઇ દીપોત્સવી નો ઉત્સવ ઉમંગભેર ઉજવ્યો હતો.
અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]