અમદાવાદઃ સરકારે રાજ્યના ૧૨ જિલ્લામાં નવી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે બજેટમાં દસ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં સૌપ્રથમ મોડલ આયુર્વેદિક હોસ્પિટલની સ્થાપના દ્વારા સરકાર આ ડ્રીમ પ્રોજેક્ટમાં આગળ વધી રહી છે.
યારે રાજ્યમાં અત્યારે ૩૬ જેટલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલો છે. આ હોસ્પિટલોમાં સરેરાશ રોજ ૨.૭૦ લાખ દર્દીઓ દર્દના શમન માટે આવે છે. જો કે રાજ્યના ૧૨ જિલ્લા એવા છે કે જ્યાં એક પણ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નથી. દરેક જિલ્લામાં એક સરકારી આયુર્વેદ હોસ્પિટલ સ્થાપવાનું સરકારનું લક્ષ્ય છે. તાપી, સુરત, મહેસાણા, પાલનપુર, લુણાવાડા, મોડાસા, ગીર, સોમનાથ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ખેડા અને આણંદનો જેટલા જિલ્લાઓમાં આયુર્વેદિક હોસ્પીટલ બનાવવામાં આવશે. દરેક હોસ્પિટલમાં ૫૦ જેટલી પથારીની સુવિધા પણ રહેશે.
રાજ્યના 12 જીલ્લામાં બનાવવામાં આવનારી હોસ્પિટલો પૈકી કેટલીક હોસ્પિટલોનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો સાથે જ કેટલીક જગ્યાઓ પર તો એલોપેથી હોસ્પિટલની સાથે જ આયુર્વેદ હોસ્પિલ શરૂ કરવા અંગે વિચાર કરવામાં આવ્યો છે.ઉપરાંત કેટલીક જગ્યાએ સ્વતંત્ર આયુર્વેદિક હોસ્પિટલ પણ સ્થપાશે.