નમસ્તે ટ્રમ્પ: CBSC બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓ કેમ ચિંતામાં?

અમદાવા: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની 24 ફેબ્રઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી રોડ શો કરી સીધા ગાંધીઆશ્રમ જવાના છે. જ્યારે પણ વિવિધ દેશના વડા ગુજરાત કે અમદાવાદની મુલાકાતે આવતા હોય છે, ત્યારે ગાંધી આશ્રમ અચૂક આવે હોય છે અને રેંટિયો કાંતે છે.

 • ગાંધી આશ્રમ અને રાજ્ય સરકાર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના રેટિંયો કાંતવા અંગેની તૈયારીઓ 
 • આશ્રમ તરફથી ટ્રમ્પને ચરખો અને કોફી ટેબલ બુક ભેટ આપવામાં આવશે.
 • મેલેનિયા ટ્રમ્પને ખાદીની શાલ આપવામાં આવશે.
 • ટ્રમ્પની મુલાકાતને લઈને CBSE બોર્ડના 4 હજાર વિદ્યાર્થીઓ ચિંતામાં.
 • પરીક્ષાનો સમય સવારે 10.30 કલાકનો છે, જેના કલાક પછી ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થશે.
 • પરીક્ષા કેન્દ્રમાં જતી વખતે બ્લોક રોડ, કડક સુરક્ષા તેમજ વીવીઆઈપી વ્યવસ્થા નડશે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓને ચિંતા.
 • 12 પરીક્ષા કેન્દ્રોમાંથી 4 કેન્દ્રને સૌથી વધારે અસર થશે.
 • ચાર કેન્દ્રોમાં શાહીબાગની રચના સ્કૂલ, પોદાર સ્કૂલ, શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલય તેમજ કેન્દ્રીય વિદ્યાલય, કેન્ટોનમેન્ટનો સમાવેશ થાય છે.
 • મોદી-ટ્રમ્પનો કાફલો રિવરફ્રન્ટ, શિલાલેખ ટાવર, સુભાષબ્રિજ થઈ ગાંધી આશ્રમ તરફ આગળ વધશે, ત્યારે રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનોને થોડા સમય માટે અટકાવી દેવામાં આવશે.
 • આશ્રમમાં આવેલા હૃદયકુંજમાં 73 વર્ષીય ટ્રમ્પ નીચે બેસી રેંટિયો કાંતશે ?
 • આશ્રમ તરફથી મોદી અને ટ્રમ્પને સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવશે. 
 • હૃદયકુંજ પાસેથી ડોનાલ્ડ ટ્રમ્પને રિવરફ્રન્ટનો નજારો બતાવવામાં આવશે
 • ફિલ્મી હસ્તીઓ સહિત આ દિગ્ગજ ક્રિકેટરો પણ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં રહેશે હાજર.
 • વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ડોનાલ્ડ ટ્રમ્પ કરશે ઉદ્ઘાટન.
 • આ પ્રસંગે BCCIના તમામ હોદ્દેદારો તેમજ સચિન ગાવાસ્કર સહિતના દિગ્ગજ ક્રિકેટરો હાજર રહેશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]