અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે પ્રથમ દિવસે તેઓ અમદાવાદ એરપોર્ટ પર 11:36 કલાકે લેન્ડ થયા છે. એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત, ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ અને 22 કિમીના રોડ શો કર્યો હતો. ભવ્ય રોડ શો પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો હતો. અહીં ટ્રમ્પ-મોદી ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરશે.
સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત
સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. કિંજલ દવેએ ‘અમે ગુજરાતી લહેરી લાલા..’ ગીત પર ધમાકેદાર પરફોર્મન્સ કર્યું છે. ત્યારબાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પરફોર્મન્સ કર્યું હતું. તેમણે મોગલ આવે…સહિતના ગીતો પર પરફોર્મ કર્યું છે.
કીર્તિદાને દિવ્યાંગ દીકરી સાથે ‘લાડકી’ ગીત પર પરફોર્મ કર્યું છે. ગીતા રબારીએ ‘રોણા શેરમાં રે..’ ગીત પર પરફોર્મ કર્યું છે. પાર્થિવ ગોહિલે ‘સુનો ગોર સે દુનિયા વાલો…’ ગીત પર પરફોર્મ કર્યું છે. પાર્થિવે ‘લાગ્યો કસુંબીનો રંગ’ ગાયને દર્શકોને મોજ કરાવી હતી.
- ડોનાલ્ડ ટ્રમ્પે અહીં અમિત શાહ સાથે મુલાકાત કરી.
- ડોનાલ્ડ ટ્રમ્પ-મેલેનિયા અને વડાપ્રધાન મોદીએ નાગરિકતા અભિવાદન સમિતિ સાથે મુલાકાત કરી
- મોટેરા સ્ટેડિયમ લાખોની સંખ્યામાં જનમેદની
- અભિવાદન સમિતિએ ટ્રમ્પનું મોટેરા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું