ગુજરાતમાં ઘણા સમયથી મેગા ડિમોલેશન ડ્રાઈવ ચાલી રહી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર, દ્વારકા જિલ્લામાં ગેરકાયદે ખડકેલા દબાણો પણ તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું. તો હવે મહેસાણામા પણ તંત્રની ગેરકાયદે દબાણ કરનારા પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા મનપાએ ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણામાં મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. મનપાએ આપેલ નોટિસ બાદ કાર્યવાહી શરૂ કરી. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા છે. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા છે. જેમાં ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. દુકાન, કોમ્પલેક્ષ કે શો રૂમ આગળ કરેલ વધારાના દબાણ દૂર કરાયા છે. અગાઉ મહેસાણાના રાધનપુર ચોકડીથી પાંચોટ રોડ અને પાંચોટ રોડથી રાધનપુર ચોકડી સુધીના રસ્તામાં આવતા હંગામી કે કાયમી દબાણો કે માર્જિનની જગ્યામાં કરાયેલા દબાણ દૂર કરવા મનપા દ્વારા બે દિવસથી કવાયત શરૂ કરાઈ છે. ગુરુવારે પાંજરાપોળથી પાંચોટ રોડ તરફના વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.