મુંબઈ-મેયર કિશોરી પેડણેકર ગુજરાત સાયન્સ સિટીની મુલાકાતે

અમદાવાદ: કોવિડ-19 મહામારી બાદ અત્રેનું ગુજરાત સાયન્સ સિટી નવા આકર્ષણો સાથે ફરી ખૂલ્યું છે. સાયન્સ સિટીને મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને મહાનુભાવોને આવકારવાનો મોકો મળ્યો છે. સંસ્થાને મુંબઈનાં મેયર શ્રીમતી કિશોરી કિશોર પેડણેકરને આવકરવાનો પણ મોકો મળ્યો.

કિશોરી પેડણેકરે એક્વેટિક ગેલેરીની મુલાકાત લીધી હતી. ત્યાં જૈવ વિવિધતા તથા 28 મીટર લાંબી શાર્ક ટનલ, રોબોટિક ગેલેરીના રોબોટ અને તેની ઓટોમેશન ક્ષમતા નિહાળીને પ્રભાવિત થયાં હતાં.

પેડણેકરે ભાવિ પેઢીને શીખવા અને પ્રેરિત કરવામાં ગુજરાત સાયન્સ સિટીના યોગદાનની પ્રશંસા કરી હતી.

ગુજરાત સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પો તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષિત કરવામાં, સામાન્ય જનતામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં સફળ રહ્યા છે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે યુવાઓથી લઈને વડીલો, ગામથી શહેર સુધીના અને જિજ્ઞાસુ બાળકોથી લઈ ગણમાન્ય અતિથિઓની મુલાકાત સાયન્સ સિટીની લોકપ્રિયતા દર્શાવે છે.