ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી, IIT-ગાંધીનગર વચ્ચે કરાર

અમદાવાદ : 23 ફેબ્રુઆરી 2022: ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી (GCSC) અને ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી ગાંધીનગર દ્વારા STEM શિક્ષણ અને સર્જનાત્મક્તાને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સૈદ્ધાંતિક કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના સચિવ વિજય નહેરા આઇએએસ તથા આઈઆઈટી ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂશનલ એડ્વાન્સમેંટના ડીન પ્રો. પ્રતિક મુથાની અધિકૃતતામાં  આ પંચવર્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

આ MoU અંતર્ગત  આઈઆઈટી ગાંધીનગર વિવિધ પ્રોજેકટ અંતર્ગત  ઇન્ટરેકટિવ STEM પ્રદર્શનો અને વિડીયો, પુસ્તકો, પ્રકાશનો રજૂ કરશે. મુલાકાતીઓ માટે STEM સેશન્સ અને વર્કશોપ હાથ ધરશે. વિજ્ઞાર્થીઓ માટે ટિંકરિંગ લેબ વિકસાવશે. શિક્ષકો માટે ક્ષમતા નિર્માણ કાર્યશાળાઓ યોજાશે. સાયન્સ સિટી ખાતે હેન્ડસ ઑઁન લર્નિંગ તથા પ્રોજેકટસ અંતર્ગત સાયન્સ સિટી ને માર્ગદર્શન પૂરું પાડશે.

આ MoU અંતર્ગત ગુજરાત સાયન્સ સિટી, સાયન્સ સિટી ખાતે પ્રોજેકટ વિકસાવવા સ્ટેકહોલ્ડર મિટિંગ માટે આઈઆઈટી ગાંધીનગરના નિષ્ણાતોને આમંત્રિત કરશે. સાયન્સ સિટીના પરિસરમાં સીસીએલ- સેન્ટર ફોર ક્રિએટીવ લર્નિંગ આઈઆઈટી ગાંધીનગરને 100 થી વધુ મોટા પ્રદર્શનો, પ્રવૃતિઓ અને મનોરંજન આધારિત શિક્ષણ અન્વયે સાયન્સ સિટી પરિસર ખાતે યોગ્ય જગ્યા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

ગુજરાત સાયન્સ સિટી દ્વારા શિક્ષક પ્રશિક્ષણ વર્કશોપ અને વિદ્યાર્થી વર્કશોપની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ કરાર અંતર્ગતની પ્રવૃતિઓ માટે સીસીએલ આઈઆઈટી ગાંધીનગરને સાયન્સ સિટી દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]