સૂરતમાં દુષ્કર્મની ઘટનાઓથી ચકચાર, 4 દિવસમાં 3 બાળકીઓ બની ભોગ

સૂરત-  સૂરત શહેરમાં થઈ રહેલી દુષ્કર્મની ઘટનાઓથી ચકચાર મચી ગયો છે, છેલ્લા ચાર દિવસમાં 3 બાળકી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. આજે શહેરના અમરોલી વિસ્તારમાં 8 વર્ષિય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં રોષની લાગણી છે તો બીજી બાજુ શહેરીજનો દ્વારા આરોપીની વહેલી તકે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ પણ ઉઠી છે.

મળતી માહિતી મુજબ શહેરના અમેરોલી વિસ્તારમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. બાળકીએ સમગ્ર હકીકત તેના પરિવારજનોને કરી હતી ત્યારબાદ બાળકીને સારવાર અને તપાસ અર્થે સ્વિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી આરોપીની શોધખોળની દિશામાં પ્રયત્નો શરુ કર્યા હતાં.

મહત્વનું છે કે, સૂરત શહેરમાં છેલ્લા 4 દિવસમાં 3 બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે, જેના કારણે કાયદો વ્યવસ્થા અને સમાજમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ પહેલા સૂરતના સચિન બરફ ફેક્ટરી નજીક બુધવારે સવારે 4 વર્ષીય માસુમ બાળકી ઉપર ઘર સામે રહેતા બે નરાધમોએ દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઇ હતી. બંન્ને યુવકોને સ્થાનિક રહેવાસીઓએ પકડી ઢોર માર મારી પોલીસને હવાલે કર્યા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]