અભિવ્યક્તિની સાતમી આવૃતિમાં 40 હજારથી વધુ કલાપ્રેમીઓ રહ્યા હાજર

ટોરેન્ટ ગ્રુપ સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની સાતમી આવૃત્તિમાં રવિવારે 40,000થી વધુ કલા પ્રેમીઓએ ત્રણ સ્થળો – ગુજરાત યુનિવર્સિટી, અટીરા અને શ્રેયસની મુલાકાત લીધી.

સાતમી આવૃત્તિના પ્રથમ 10 દિવસમાં જ કુલ મુલાકાતીઓની સંખ્યા 2 લાખના આંકડાને વટાવી ગઈ છે, જે અભિવ્યતિના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. સ્ટેજથી લઈને કવિતા મંડળીયો સુધીની આ પ્રસ્તુતિઓએ અભિવ્યક્તિના સ્થળને અલગ અલગ સંસ્કૃતિઓ અને લોકજીવનની ઉર્જાથી સભર બનાવ્યુ છે. આ તમામે મળીને આપણને યાદ અપાવ્યું છે કે, કલા એ માત્ર સમાજનો અરીસો જ નહીં, પોતાની અંતર આત્માને શોધવાનો માર્ગ પણ બની શકે છે.

રવિવારે કલા રસિકો માટે હૃદયને સ્પર્શી જતી સાહિત્યિક કૃતિઓ, ભાવનાત્મક સંગીતમય પ્રસ્તુતિ, નૃત્યના સ્ટેપનું અદ્ભુત પ્રદર્શન અને આત્મીય નાટ્ય પ્રસ્તુતિઓનો સમૂહ રજૂ કરવામાં આવ્યો હતો. વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન સાથે ક્યુરેટોરિયલ વોક મુલાકાતીઓ માટે, કલાકારોની અલગ, સર્જનાત્મક અને કલ્પનાશીલ દુનિયા સાથે વ્યક્તિગત અનુભવ બની રહ્યો હતો. એક અનોખા સ્થળ એવા શ્રેયસના વડલાની નીચે બાળ નાટ્ય પ્રસ્તુતિએ દર્શકોના મન મોહી લીધા અને તેમની કલ્પના શક્તિને નવી પાંખો આપી હતી.

પ્રખ્યાત વાર્તાકારો દ્રારા રસપાન

મયંક ઓઝાની પ્રસ્તુતી “બાલો ગીતો અને કથાઓ”: પ્રસ્તુતિ ગુજરાતી બાળગીતોનું એક શાનદાર પુનઃનિર્માણ હતી, જેમાં જાણીતા કલાકારો અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી સાથે એક મંચ ઉપર આવે છે અને  કથામાં નાટ્ય રસ ઉમેરીને દર્શકોને પોતાની સાથે ગાવા, હસવા અને ઉખાણા (સંગીતમય કોયડાઓ)ના આનંદને ફરીથી શોધવા માટે આમંત્રિત કરે છે.

વૃંદા રાઠીની પ્રસ્તુતિ ” જોય અનલિમિટેડ”: “જોય અનબાઉન્ડ” અને “ટેલ ઓફ ટુ રામાયણ”ની ઉદાસ કોયલથી લઈને તરંગી “શિક શિક શિક શિક” સુધી, વૃંદા રાઠીની વાર્તાઓની ત્રિપુટીએ વિનમ્રતા, મજબુતી અને આશ્ચર્યની થીમના મણકા એક માળામાં પરોવી રજુ કર્યા.

રોશની વિજયની પ્રસ્તુતિ “વાર્તાઓનો કેલિડોસ્કોપ” : રોશની વિજયની પોતાની વાર્તા કહેનાર કેલિડોસ્કોપમાં વાતો કરતા ફળો, ચોકલેટી શહેરો અને સમજદાર પક્ષીઓને એકસાથે જોડે છે. ગિજુભાઈ બધેકાની ક્લાસિક અને મોર્ડન વાર્તાઓમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલ આ પ્રસ્તુતિ રંગ, હિંમત અને હાસ્યનો એક જોરદાર સંગમ હતી, જેણે બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના લોકોને આનંદિત કરી દીધા.

માધુરી કામતની પ્રસ્તુતિ “ફ્લાઈંગ વિથ ગ્રાન્ડપા”: માધુરી કામત એ “ફ્લાઈંગ વિથ ગ્રાન્ડપા” અને તેની સિક્વલ “બ્રિંગિંગ બેક ગ્રાન્ડપા”ને પ્રસ્તુતિ કરીને દર્શકોને નિલિંગોનો પરિચય કરાવ્યો, નિલિંગોએ પ્રેમ અને બળવાની તૈયાર કરવામાં આવેલ એક રસપ્રદ ભાષા છે. ઝેર્ક્સિસ અને તેના દાદા વચ્ચેના સબંધ અને શાળાના સમયની ગુંડાગીરીના પડકારોના માધ્યમથી આ પ્રસ્તુતિને  શાંતિ અને જોશ બન્નેથી ભરી દીધી. જે પરિવારોને પોતાની જાતના આનંદથી ભરેલ સબંધોને શોધવા પ્રેરીત કરે છે.

રવિવારને સાર્થક બનાવવા અને લાઇવ શિક્ષણ તેમજ મનોરંજન સુનિશ્ચિત કરવા માટે બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસ્તુતિઓના પ્રીમિયર યોજાયા

એક બોલ્ડ અને ગાઢ પર્સનલ ડેબ્યુમાં, દિલ્લીના આગાઝ થિયેટર કોમ્યુનિટીના સભ્યો નગીના, નગ્મા અને જાસ્મીને મળીને પોતાની પ્રસ્તુતિ  “ગૂંજ કા ઘર” સાથે ડાયરેક્ટર તરીકે પોતાની સફરનો પ્રારંભ કર્યો. આ પ્રસ્તુતિ દર્શકોમાં બેચેની પ્રગટાવે છે, જેથી કરીને સહાનુભૂતિ જાગૃત કરી શકે અને આપણી પોતાની નિર્દયતા અને વિકાસ પર વિચારવા મજબુર કરી શકે.

સંગીતકારો શૌનોક બેનર્જી, પ્રાંશુ ચતુરલાલ, રોહન પ્રસન્ના, ઝાકી અહમદ અને સૌમ્યા કન્નન એ પોતાની પ્રસ્તુતિ “બ્રહ્માંડ – અ જર્ની ઓફ સાઉન્ડ એન્ડ સ્પેસ” રજૂ કરી,  –  આ પ્રસ્તુતિ વિવિધ શાસ્ત્રીય સ્વરૂપો અને વાદ્યોને સંપૂર્ણ તાલમેલ સાથે એક મંચ ઉપર લાવે છે. રચનાને ઇમ્પ્રુવાઇઝેશન સાથે ભેળવીને એક વિશાળ, વિકસિત સંગીત વાર્તાલાપ બનાવે છે. આ પ્રસ્તુતિ સંગીતમાં સમાનતાની ઉજવણી કરે છે, દરેક વાદ્ય, ખાસ કરીને ઘાટમને તેનું યોગ્ય સ્થાન આપે છે.

બાડમેરના ફિરોઝ ખાને પોતાની પ્રસ્તુતિ “ધ કરતાલ પ્રોજેક્ટ” થકી મંચ ઉપર યુવાનો જેવી ઉર્જાનો સંચય કર્યો. આ પ્રસ્તુતિ રાજસ્થાનની જીવંત લોક પરંપરાઓ અને એક પ્રતિષ્ટિત વાદ્યની લયબદ્ધ ઉજવણી હતી. પોતાના પ્રથમ ઓરિજનલ કંપોઝિશનમાં ફિરોઝે ચાર ડ્રમર્સની એનર્જી, જટિલ જુગલબંધી, 12, 14 અને 16 બીટ સાયકલમાં સેટ લોકગીતોના સંયોજનનુ પ્રસ્તુત કર્યું.

શરણ્ય ડેયની “માય ઇમેજિનરી હોમલેન્ડ” પ્રસ્તુતિ એ વિસ્થાપન અને “ઘર”ના માયાવી વિચાર પર એક દિલને સ્પર્શી જાય તેવા મિડિટેશનને રજુ કર્યું. વિભાજનમાં શરણાર્થી બનેલ પોતાના વંશથી પ્રેરિત અને સરહદો પાર વિસ્થાપિત લોકો સાથેના અનુભવોથી આકાર પામેલા આ પ્રસ્તુતિમાં શરણ્ય ડેય સમય અને જમીની સરહદોથી પર ત્રણ શરણાર્થીઓની યાત્રાને દર્શાવે છે.

વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન

અટીરા ખાતે ધ્રુવિલ બાવડિયાનું ઇન્સ્ટોલેશન “હાર્મોનિયસ કોન્ફ્લિક્ટ”: અમદાવાદના ધ્રુવિલ બાવડિયા સિરામિક પર અંડરગ્લેઝ પેઇન્ટિંગથી તૈયાર કરેલ ઇન્સ્ટોલેશન “હાર્મોનિયસ કોન્ફ્લિક્ટ” પ્રસ્તુત કર્યુ છે.  આ ઇન્સ્ટોલેશન મારફરે ધ્રુવિલ પ્રકાશ અને અંધકાર, શાંત અને અરાજકતા, શહેરી અને ગ્રામીણ જીવન જેવા પરસ્પર વિરોધી બાબતોના સહઅસ્તિત્વને પ્રતિબિંબિત કરે છે. ઇન્સ્ટોલેશન આ વિરોધાભાસોને વિઝ્યુઅલ હાર્મોનિયસમાં પરિવર્તિત કરે છે, જ્યાં સ્થિરતા અને તણાવ સંતુલીર રીતે એકસાથે અસ્તિત્વ ધરાવે છે.

શ્રેયસ ખાતે નોનસેન્સ સ્ટુડિયોઝ કલેક્ટિવનું ઇન્સ્ટોલેશન “સાયલન્ટ થ્રેશોલ્ડ્સ: હિડન ઇકોસિસ્ટમ”: નોનસેન્સ સ્ટુડિયોઝ કલેક્ટિવ એ હિમાંશુ, યશ્વી, ઉદ્ધવ અને મનદીપ વચ્ચેનું એવુ મલ્ટીડિસિપ્લિનરી કોલેબોરેશન છે, જેમાં પ્રત્યેક કલાકાર આ પ્રોજેક્ટમાં એક અલગ સર્જનાત્મક શક્તિનું યોગદાન આપે છે. “સાયલન્ટ થ્રેશોલ્ડ્સ: હિડન ઇકોસિસ્ટમ” એ ઇમર્સિવ ઇન્સ્ટોલેશન છે, જે પ્રોજેક્શન મેપિંગ, મોશન સેન્સર્સ, AI-જનરેટેડ વિઝ્યુઅલ્સ અને મિક્સ-મીડિયા સ્કલ્પચરનું સંયોજન કરવામાં આવ્યુ છે. આ ઇન્સ્ટોલેશન ગુજરાતી શહેરી જીવનના ત્રણ પરંપરાગત અંગો ચબુતરા, ઓટલા અને હિંચકાની ડિસ્કનેક્શનના પ્રતીકાત્મક સ્મારકો તરીકે ફરીથી કલ્પના કરે છે.