અમદાવાદઃ મોરબી દુર્ઘટના પર હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. રાજ્ય સરકારને 14 નવેમ્બર સુધી જવાબ આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે. મોરબી નગરપાલિકાને પણ નોટિસ જારી કરવામાં આવી છે. હાઇકોર્ટે મોરબીની દુર્ઘટનાની સ્વયં જાણ લીધી હતી. હાઇકોર્ટે માનવાધિકાર પંચને પણ નોટિસ જારી કરી છૈ. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બેર થશે.
રાજ્યમાં મોરબની પૂલ દુર્ઘટનામાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યાં હતાં. આ મામલે તપાસકર્તાઓને દાવો કર્યો હતો કે આ પૂલની મરામત માટે ફાળવવામાં આવેલા રૂ. બે કરોડમાંથી માત્ર રૂ. 12 લાખ જ ખર્ચવામાં આવ્યા હતા. જેથી બાકીના પૈસા ચાંઉ થવાની આશંકા છે. અમદાવાદ સ્થિત ઓરેવા ગ્રુપ મોરબીના સસ્પેશન કેબલ બ્રિજને નવીનીકરણ અને મરામત માટે જવાબદાર હતું
મોરબી નદીમાં મચ્છુ નદી પર 30 ઓક્ટોબરે એક કેબલ પૂલ તૂટવાને કારણે બનેલી દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 175થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનાનો તપાસનો રેલો નગરપાલિકા સુધી પહોંચ્યો હતો. પોલીસે નગરપાલિકાના મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ પૂલના કોન્ટ્રેક્ટ સાથે જોડાયેલા દસ્તાવેજોની પુષ્ટિ કરવા માટે તેમને નિર્દેશ આપવામાં આવ્યા હતા. તપાસકર્તાઓનું કહેવું હતું કે ઓરેવા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા ખાનગી કોન્ટ્રેક્ટરોએ આ પૂલના મરામત કે નવીનીકરણમાં સ્થિરતા માટે કોઈ વૈજ્ઞાનિક મૂલ્યાંકન નહોતું કર્યું.
બીજી તરફ, રાજ્ય સરકારે મોરબીની દુર્ઘટનામાં તપાસ માટે SITની રચના કરી છે. જોકે આ દુર્ઘટના વિશે વડા પ્રધાને મોરબી મુલાકાતમાં આશ્વાસન આપ્યું હતું કે આ દુર્ઘટનામાં જવાબદાર લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.