મિશનફાર્માનો માનવતાવાદી ઉપક્રમ, વિકલાંગ વ્યક્તિઓને 42 ટ્રાઈસિકલ અને 50 સિલાઈ મશીનોનું દાન

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે અગ્રેસર મિશનફાર્માએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્લાઈન્ડ પીપલ્સ એસોસિયેશન ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિકલાંગ વ્યક્તિઓ માટે મહત્ત્વનો સહકાર આપ્યો. આ કાર્યક્રમમાં કંપનીના ડાયરેક્ટર ડો. સુદેશ ઝીંગડે અને તેમની ટીમના 20 સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.

મિશનફાર્મા દ્વારા 42 ટ્રાઈસિકલ અને 50 સિલાઈ મશીનો વિકલાંગ વ્યક્તિઓ અને મહિલાઓને સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ભેટરૂપે આપવામાં આવ્યા. ડાયરેક્ટર ડો. ઝીંગડેએ કહ્યું, “કંપની માનવતાવાદી મૂલ્યો અને સામાજિક ઉત્થાન માટેની જવાબદારી પ્રત્યે પ્રતિબદ્ધ છે. અમે જરૂરિયાતમંદ લોકોને આત્મનિર્ભર બનાવવાનું ધ્યેય રાખીએ છીએ.”

વિઝન ઇન ધ ડાર્કની મુલાકાત
કાર્યક્રમ દરમિયાન મિશનફાર્માની ટીમે ‘વિઝન ઇન ધ ડાર્ક’ પ્રોજેક્ટની મુલાકાત લઈને આ અભિગમની પ્રશંસા કરી હતી. સ્ટાફ સભ્યોએ જણાવ્યું કે, “આવું પ્રેરણાદાયી કાર્ય સહભાગી થવા માટે અમને ગર્વની લાગણી થાય છે.”