G20 અધ્યક્ષતામાં T20ના મુખ્ય સ્તંભોનું ગુજરાત યુનિવર્સિટીમાં આયોજન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (MP-IDSA) અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ના સહયોગથી સંયુક્ત રીતે G20 ની આઉટરિચ ઇવેન્ટ થિંક 20 અથવા T20નું -“ભારતના G20 પ્રેસિડેન્સીમાં થિંક20ના મુખ્ય સ્તંભો”ની મુખ્ય થીમ પર ૨૭મી ફેબ્રુઆરી ૨૦૨૩એ ગુજરાત યુનિવર્સિટીમાં આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યા, મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (MP-IDSA)નાં ડિરેક્ટર જનરલ એમ્બેસેડર સુજન ચિનોય, ટાસ્ક ફોર્સ ચેર અને સિનિયર ફેલો ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)  અનિર્બન સરમા અને Y20ના સલાહકાર વરુણ ઝવેરી દ્વારા કરવામાં આવી હતી.

એમ્બેસેડર સુજન આર. ચિનોય, ડિરેક્ટર જનરલ, MP-IDSAએ “ટોવર્ડ્સ રિફોર્મ્ડ મલ્ટિલેટરાલિસ્મ: ટ્રાન્સફોર્મિંગ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ફ્રેમવર્કસ” પર મુખ્ય ભાષણ રજૂ કર્યું હતું. પરિવર્તન માટે સસ્તું, સુલભ અને સમાવિષ્ટ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સામાન્ય ડિજિટલ ભવિષ્યનું નિર્માણ કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ T20 ની વિવિધ થીમ પર પ્રસ્તુતિ અને વિચારો રજૂ કર્યા હતા. AMAના પ્રમુખ દિવ્યેશ રાડિયાએ આભારવિધિ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ પૃષ્ઠભૂમિ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.