અમદાવાદ: થોડા સમય પહેલા શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે હવે GMDC ગ્રાઉન્ડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ વખતે અહીં તૈયાર કરાયેલા જર્મન ડોમને હવે ઉતારવામાં આવી રહ્યો હતો. ડોમ ઉતારતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડોમ ઉતારતી વખતી ડોમ પડ્યો હતો, આ દુર્ઘટનામાં ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે PAL ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. ડોમ નીચે પડતા કેટલાક શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 9 શ્રમિકોને ઈજા પહોંચી હતી. જેમાંથી 2 શ્રમિક અત્યંત ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે. ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. શ્રમિકો લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું. ઘટના સમયે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
