અમદાવાદ– ગુજરાતનું વર્ષ 2018-19નું બજેટ નાણાંપ્રધાન નિતીન પટેલે રજૂ કર્યું હતું. આ બજેટમાં મા-વાત્સલ્ય યોજનાને લગતી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. હેલ્થ કેરને લગતી આ યોજનામાં ગરીબ અને મધ્યમવર્ગને આરોગ્યલક્ષી ખર્ચમાં સરકારી મદદ આપવામાં આવે છે.આજે રજૂ થયેલાં બજેટમાં મુખ્યમંત્રી અમૃતમ-મા અને મા-વાત્સલ્ય યોજના માટે 700 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે. તેમ જ યોજનાનો વ્યાપ વધારવા લાભાર્થીની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ સારવાર મર્યાદાનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે.
નવી જોગવાઇ મુજબ આ યોજનામાં લાભ લેવા માટે લાભાર્થી કુટુંબની આવકમર્યાદા રુપિયા બે લાખથી વધારીને 3 લાખ કરવામાં આવી છે. એટલે કે ત્રણ લાખની વાર્ષિક આવક ધરાવતાં કુટુંબ આ યોજનાનો લાભ લઇ શકશે. તે જ રીતે સારવારના ખર્ચની મર્યાદા પણ બે લાખથી વધારીને ત્રણ લાખ રુપિયા કરવામાં આવી છે.
મા અને મા-વાત્સલ્ય યોજનામાં વિનામૂલ્યો સારવારનો લાભ લેવા માટે વાર્ષિક આવક મર્યાદા રુપિયા 2.50 લાખ કરવામાં આવી રહી છે.
આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવામાં વાર્ષિક 6 લાખ સુધીની આવક ધરાવતાં કુટુંબના 60 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.