કોણ કોની સામે લડશે? ઉમેદવારોનું આખરી ચિત્ર…

અમદાવાદઃ ગુજરાતની 26 બેઠકો માટે બંન્ને પક્ષના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે.   ભાજપની યાદી જોઈએ તો, પક્ષે 10 નવા ઉમેદવારોને તક આપી છે અને 16 સાંસદોને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસ માટે તો, ગુજરાતમાં એકપણ બેઠક ન હોવાથી સાંસદોને રિપીટ કરવાનો સવાલ જ નહોતો. જો કે પક્ષે ભૂતપૂર્વ સાંસદો ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી અને રાજ્યસભામાં સભ્ય રહી ચૂકેલા રાજૂ પરમારને ટીકિટ ફાળવી છે.

ભાજપ દ્વારા કુલ પાંચ ધારાસભ્યોને ટીકિટ આપવામાં આવી છે, જેમાં બનાસકાંઠાથી પરબત પટેલ, પાટણથી ભરતસિંહ ડાભી, પંચમહાલથી રતનસિંહ રાઠોડ(અપક્ષ ઉમેદવાર પણ હવે ભાજપે ટીકિટ આપી છે) અને અમદાવાદ-પૂર્વથી  અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને લોકસભાની ટીકિટ આપવામાં આવી છે. તો કોંગ્રેસે પણ 7 ધારાસભ્યને લોકસભાની ટીકિટ આપી છે, જેમાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનો પણ સમાવેશ થાય છે.

બેઠક કોંગ્રેસ ભાજપ
પાટણ જગદીશ ઠાકોર ભરતસિંહ ડાભી (ધારાસભ્ય)
પંચમહાલ વી.કે. ખાંટ રતનસિંહ રાઠોડ (અપક્ષ ધારાસભ્ય)
વલસાડ જીતુ ચૌધરી (ધારાસભ્ય) કે.સી.પટેલ (રિપીટ)
પોરબંદર લલિત વસોયા (ધારાસભ્ય) રમેશ ધડુક (નવા)
જૂનાગઢ પૂંજાભાઈ વંશ (ધારાસભ્ય) રાજેશ ચુડાસમા (રિપીટ)
રાજકોટ લલિત કગથરા (ધારાસભ્ય) મોહન કુંડારિયા (રિપીટ)
કચ્છ નરેશ એન.મહેશ્વરી વિનોદ ચાવડા (રિપીટ)
નવસારી ધર્મેશ પટેલ સી.આર.પાટિલ (રિપીટ)
અમદાવાદ(વેસ્ટ) રાજુ પરમાર ડૉ.કિરીટ સોલંકી (રિપીટ)
વડોદરા પ્રશાંત પટેલ રંજન ભટ્ટ (રિપીટ)
છોટાઉદેપુર રણજીત રાઠવા ગીતાબેન રાઠવા (નવા)
આણંદ ભરતસિંહ સોલંકી મિતેશ પટેલ (નવા)
અમરેલી પરેશ ધાનાણી (ધારાસભ્ય) નારણ કાછડિયા (રિપીટ)
જામનગર મૂળુ કંડોરિયા પૂનમ માડમ (રિપીટ)
ગાંધીનગર સી.જે.ચાવડા અમિત શાહ (નવા)
સુરેન્દ્રનગર સોમા ગાંડા પટેલ (ધારાસભ્ય) ડૉ.મહેન્દ્ર મુંજપરા (નવા)
મહેસાણા એ.જે.પટેલ શારદાબેન પટેલ (નવા)
ભરૂચ શેરખાન પઠાણ મનસુખ વસાવા (રિપીટ)
બનાસકાંઠા પરથી ભટોળ પરબત પટેલ (ધારાસભ્ય)
અમદાવાદ ઈસ્ટ ગીતાબેન પટેલ એચ.એસ.પટેલ (ધારાસભ્ય)
બારડોલી તુષાર ચૌધરી પ્રભુ વસાવા (રિપીટ)
સુરત અશોક અધેવાડા દર્શના જરદોશ (રિપીટ)
ભાવનગર મનહર પટેલ ભારતીબેન શિયાળ (રિપીટ)
ખેડા બિમલ શાહ દેવુસિંહ ચૌહાણ (રિપીટ)
સાબરકાંઠા રાજેન્દ્રસિંહ ઠાકોર (ધારાસભ્ય) દીપસિંહ રાઠોડ (રિપીટ)
દાહોદ બાબુ કટારા જશવંતસિંહ ભાભોર (રિપીટ)

 

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)