દિવાળીના ટાળે મોટાભાગે ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યલયના તાડા તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તૂટ્યું છે. આમ આદમી પાર્ટીને આશંકા છે કે કાર્યાલયમાં મહત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી થયો છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. કાર્યાલયમાંથી કઇ કઇ વસ્તુઓની ચોરી થઇ છે તે અંગે વિગતવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારોમાં મોટેભાગે વેકેશનનો માહોલ હોય છે. ત્યારે કાર્યાલય ઓફિસમાં કામ કરતો કર્મચારી બપોરના સમયે તાળુ મારીને સંબંધીને ત્યાં ગયો હતો, ત્યારબાદ સાંજે સાત વાગ્યાની આસપાસ પરત ફર્યો ત્યારે ઓફિસનું તાળું તૂટેલી હાલતમાં જોયું. જે બાદ તેણે પાર્ટીના પદાધિકારીઓને જાણ કરી તેમને ઓફિસ પર બોલાવ્યા અને પોલીસને જાણ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું ઓફિસ કાર્યાલયમાંથી કઇ કઇ વસ્તુઓની ચોરી થઇ છે તે અંગે અમે તપાસ શરૂ છે. આ ઉપરાંત પાર્ટીના મહત્વના દસ્તાવેજ અને ડેટાની ચોરીની થઇ હોવાની આશંકા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ચેમ્બર સુધી ચોર પહોંચ્યા હતા. કેટલીક વસ્તુઓની ચોરી પણ થઇ છે. રાષ્ટ્રીય પાર્ટીના કાર્યાલય પર ચોરીની ઘટના કાયદો વ્યવસ્થાની હાલત ઉજાગર કરે છે. કાર્યાલયનો બહારનો દરવાજો બંધ તેને તોડવામાં આવ્યો હતો અને એલઇડી ટીવી સહિત અગત્યના ડોક્યુમેન્ટ અને ડેટા ચોરાયા હોવાની આશંકા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે, ગુજરાતમાં કોઇ સુરક્ષિત નથી.
ગતરોજ, AAP પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળાં તોડીને ચોરી થયેલ છે.
ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાષ્ટ્રીય રાજનૈતીક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષીત નથી.
પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની ચેમ્બરનું લોક તોડીને LED ટીવી સહીત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાયા હોવાની શંકા છે. pic.twitter.com/cSyS3LUCiS
— AAP Gujarat (@AAPGujarat) November 4, 2024