જાણો અત્યાર સુધી રાજ્યના કયા-કયા વિસ્તારોમાંથી મળ્યો નશીલો જથ્થો

રાજ્યમાં આમતો દારૂ બંધીના ગુણગાણ ગવાય છે. ત્યારે રાજ્યના કેટલાક એવા વિસ્તાર છે જ્યા અવાર નવાર દારૂના જથ્થા ઝડપાતા રહેતા હોય છે. ત્યારે આજે ફરી એક વખત રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં દારૂનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. આ ઉપરાંત અમદાવાદનો કુખ્યાત બુટલેગર પણ આજે પોલીસની ઝડપમાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર દારૂની ખેપ મારવાના બનાવમાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વાત એમ છે કે વર્ષ 2022માં ખેડા પોલીસે એક કારને ઝડપી પાડી જે માંથી 240 બોટલ સાથે રૂ.3.50 લાખની માલ મુદ્દો કબજે કર્યો હતો. નોંધનીય છે કે, પકડાયેલા વિકાસ સોલંકી સામે દારૂને લગતા 22 ગુના નોંધાયેલા છે તેમજ પાસા અને તડીપાર જેવા પગલાં પણ લેવાયા છે.

બીજી બાજું સંસ્કારી નગરી ગણાતું વડોદરા, જ્યાં બાપોદ તળાવ પાસે ભગવત નગરની સામેના માળી મહોલ્લામાં ઘરે અને અન્ય ઝૂંપડામાં દેશી દારૂના અડ્ડા પર પીસીબી પોલીસે દરોડો પાડીને બે વ્યક્તિની ધરપકડ કરી દેશી દારૂનો જથ્થો, રોકડ, મોબાઈલ ફોન મળીને રૂ.13650 નો મુદ્દામાલ કબજે કર્યા હતા. આ દેશી દારૂના અડ્ડાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મહિસાગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાલાસિનોરમાં દરોડો પાડી કુખ્યાત બુટલેગરના ત્યાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. એક કાર અને ટુ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યું હતુ. પોલીસે દારૂ વેચી રહેલા વ્યકિતની ધરપકડ કરી પાંચ વ્યકિતઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ બાજુ નડિયાદ પોલીસને પણ સફળતા મળી છે. ત્યાં નડિયાદમાં પશ્ચિમ પોલીસે કલા મંદિર પાસેથી વિદેશી દારૂ બીયર ટીન નંગ 35 સાથે બુટલેગરને ઝડપી પાડયો હતો. જ્યારે એલસીબી ખેડા પોલીસે સીજીવાડા સીમમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તાપસમાં 3500 કિંમતોનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ સંદર્ભે એલસીબી ખેડાની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

તો આ બાજું નડિયાદમાં સેવાલીયા વિસ્તારમાં બસ સ્ટેન્ડ ઉપરથી પરપ્રાંતીય ઈસમને 14.90 લાખના મેફેડ્રોન નામના ડ્રગ્સની બેગ સાથે ઝડપી પાડયો હતો. આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ પહોંચાડવાનો હોવાનું તપાસમાં જાણવા મળ્યુ હતું. ત્યારે આ ઘટના પર સેવાલિયા પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતમાં દારુ બંધીના દાવા અને નાકા બંધી વચ્ચે બીજા રાજ્યમાંથી બેરકટોક દારુનો જથ્તો છે ક ઉમરેઠ સુધી  આવ્યો હતો. ઉમરેઠ પોલીસે ચોક્કસ બાતમી આધારે લીંગડા ગામની સીમમાંથી પોલીસે 1.14 લાખની કિંમતો દારુનો જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડયો હતો. આ ઉપરાંત ઉમરેઠ પોલીસે દારુની 1050 બોટલો સાથે કુલ 4.14 લાખનો મુદ્દામાલ કબજે કરીને તપાસ હાથ ધરી છે.