અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ગરમાટો આવી રહ્યો છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના ‘ચૂંટણી’ પ્રવાસે છે. તેઓ આવે છે ત્યારે પેન્ડોરાના બોક્સમાંથી દર વખતે ચૂંટણીનાં વચનોની લહાણી કરે છે. તેમણે આ વખતે રિક્ષાચાલકો સાથે ટાઉનહોલમાં બેઠક યોજી હતી. તેમણે રિક્ષાચાલકોને આપ પાર્ટી માટે ચૂંટણીપ્રયારનું કામ સોંપ્યું હતું.
તેમને રિક્ષાચાલકો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપે દેશઆખાને ડરાવીને રાખ્યો છે. તેમણે રિક્ષાચાલકોને આપની સરકાર બનાવવા માટે આહવાન કર્યું હતું. તેમણે રિક્ષાચાલકોને 188મી કલમથી મુક્તિ અપાવવાની હૈયાધારણ આપી હતી. તેમણે રિક્ષાચાલકોને કહ્યું હતું કે ફોનમાં મારું ભાષણ રેકોર્ડ કરો અને વોટ્સએપ પર શેર કરી દો. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. શું ભાજપના કોઈ મુખ્ય મંત્રીએ ક્યારેય તમારી સાથે રૂબરૂ વાત કરી છે કે ઓટો ડ્રાઇવરના ઘરે ભોજન લીધું છે? દિલ્હીમાં, અમારી સરકારે કોરોનાના લોકડાઉનમાં 1.5 લાખ રિક્ષાચાલકોનાં બેંક ખાતામાં બે વાર રૂ. પાંચ હજાર મોકલ્યા છે.
BJP ने पूरे देश और मीडिया वालों को डरा रखा है। इनके मालिकों को गालियां देते हैं। ये हमारी बात दिखा नहीं पाते। हमारे साथ जनता है।
आप Mobile से मेरी बात Record कर सभी WhatsApp Group पर भेजना। हम Social Media से Gujarat में Govt बनाएंगे
-CM @ArvindKejriwal #TownhallWithKejriwal pic.twitter.com/g9QAlvzFZp
— AAP (@AamAadmiParty) September 12, 2022
તેમણે વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ગુજરાતમાં AAPની સરકાર બનાવી દો, સારી અને મફત સારવાર આપશે.આ કાર્યક્રમમાં પણ આપે વધુ ગેરંટીની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે આ કાર્યક્રમમાં ગેરંટી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં આપની સરકાર બનાવી આપો એક માર્ચ બાદ વીજળી ફ્રી કરી દઈશું. આ સાથે મહિલાઓના ખાતામાં દર મહિને રૂ. એક હજાર રૂપિયા જમા કરીશું. તેમને એક રિક્ષાચાલકે તેના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું.
Delhi CM @ArvindKejriwal accepts a Dinner Invitation from an Autorickshaw Driver of Gujarat ❤️#TownhallWithKejriwal pic.twitter.com/0lf5kS5rkn
— AAP (@AamAadmiParty) September 12, 2022
તેમણે કહ્યું હતું કે મંત્રીઓને રૂ. ચાર હજારની વીજળી ફ્રી મળે છે. જનતાને 300 યુનિટ વીજળી ફ્રી આપવી પડે તો તેમને મરચું લાગે છે. કેજરીવાલે 12 સપ્ટેમ્બરે અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા ઓટો ડ્રાઇવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ તેઓ ટ્રેડર્સ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે ચાર વાગ્યે એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
તેઓ આવતી કાલે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે. તેઓ બપોરે અમદાવાદમાં વધુ એક ગેરંટીની ઘોષણા કરશે. ત્યાર બાદ તેઓ સાંજે ચાર કલાકે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ તેઓ સાંજે દિલ્હી જવા રવાના થશે.