અમદાવાદ: પાછલા ઘણા સમયથી ગુજરાતમાં અસમાજિક તત્વોના આતંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બેફામ ગાડી ચલાવી, ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ચલાવો, હત્યા કરવા જેવી ઘટનામાં નોંધપાત્ર ઉછાડો થયો છે. બેફામ કાર ચાલકોના આતંકથી હાઇવે પર ચાલતા અને રાહદારી હવે અસુરક્ષિત અનુભવી રહ્યા છે. વૈભવી કાર લઇને રસ્તે નિકળી પડેલા નબીરાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે ધોળે દિવસે બિન્દાસ અકસ્માતો સર્જીને ભયનો માહોલ સર્જી રહ્યા છે. ફરી એક વખત આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચી થી સાત જેટલા વાહનો અડફેટે લઇ રીતસરનો આતંક મચાવ્યો હોવાના સમાચાર પ્રકાસમાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું લાગી રહ્યું હતું. ધડાધડ એક પછી એક વાહનોને અડફેટે લીધા ઓડી કાર રેલીંગ સાથે ટકરાતા રોકાઇ ગઇ હતી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી.
બેફામ કાર હંકાવનાર નબીરાનું નામ રીપલ પંચાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી એટલો નશામાં હતો કે, અકસ્માત કર્યા હોવાનું ભાન સુધા ન હતી અને અકસ્માત સર્જયા બાદ તેણે ગાડીમાં બેસીને સિગરેટ પીધી હતી એટલું જ નહી લોકોએ તેને કારમાંથી બહાર કાઢ્યો તો તે સ્પ્રે છાંટતો હતો. કારથી સ્પીડ 100થી વધુ હતી અને તેણે લગભગ 5 થી સાત વાહનો ટક્કર મારી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. અકસ્માત બાદ રીપલ પંચાલને પોલીસ લઇ ગઇ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી પોતાની ઓડી કાર લઈને ઈસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો. તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શો રૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી.