અમેરિકાના શિકાગોમાં વધુએક ગુજરાતીની હત્યા

શિકાગોઃ અમેરીકાના શિકાગોમાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના શિકાગોના હારવીમાં રહેતા અને મૂળ નડિયાદના વતની ઈશાક અહેમદ વોરા નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ યુવક ગેસ સ્ટેશન પર ફરજ બજાવતો હતો ત્યારે બાઇક પર આવેલા લૂંટારાઓએ લૂંટના ઈરાદે તેના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં ઈશાકનું મોત થયું હતું. ઈશાકના મોતને પગલે નડિયાદમાં વસતા તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઘટના મૂળ શિકાગોના હારવી વિસ્તારની છે. જ્યાં ઈશાક નામનો આ ગુજરાતી યુવક એક ગેસ સ્ટેશન પર બેઠો હતો ત્યારે અચાનક લૂંટના ઈરાદે બાઈક પર બે શખ્સો આવી પહોંચ્યા હતા. આ શખ્સોએ આવતાની સાથે જ અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું આ ફાયરીંગમાં ઈશાક નામના આ યુવકનું મૃત્યું થયું છે જ્યારે હૈદરાબાદના બાખરભાઈ નામના એક વ્યક્તિને ઈજા થઈ છે. ઈશાક વોરા નામનો આ ગુજરાતી યુવક શિકાગોમાં અભ્યાસ કરતો હતો અને અન્ય સમયમાં તે ગેસ સ્ટેશન પર કામ કરતો હતો.