અમદાવાદ- ગુજરાત સરકાર અને આરટીઓ દ્રારા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ નાંખવા માટે અનેક વખત મુદત વધારી છે, પણ હવે સરકાર અને આરટીઓ મુદત વધારવાના મતમાં નથી. જો તમે તમારા વાહનમાં HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો તમારા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. કારણ કે ત્યાર બાદ તમારે નંબરપ્લેટ લગાવવા માટે પણ દંડ ચૂકવવો પડશે.હાલમાં RTO કચેરી તરફથી નંબર પ્લેટ લગાવવાની ફી નિર્ધારિત કરવામાં આવી છે.
નંબર પ્લેટ લગાવવા માટે આટલો ચાર્જ
ટુ વ્હીલર માટે રૂ.140 થ્રી વ્હીલર માટે રૂ.180 ફોર વ્હીલર માટે રૂ.400 હેવી વ્હીલર માટે રૂ.420 |
31 ડિસેમ્બર સુધી HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો RTO કચેરીએ તેના માટે દંડની જોગવાઈ કરી છે. આ મુજબ વાહનો ચલાવનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. જો તમે RTO કચેરી જઈ ન શકતા હોવ તો, અધિકૃત ડીલર પાસે જઈને ત્યાંથી પણ નંબર પ્લેટ લગાવી શકાશે.
HSRP નંબર પ્લેટ નહી હોય તો 31 ડિસેમ્બર પછી આરટીઓ દંડ વસૂલશે
ટુ વ્હીલર માટે રૂ.100
થ્રી વ્હીલર માટે રૂ.200 LMV વ્હીકલ માટે રૂ.300 હેવી વ્હીકલ માટે રૂ.500 |