સવારમાં જ 4 ઇંચ વરસાદે વડોદરાને ધોઈ નાંખ્યું, મધ્ય ગુજરાતમાં આવી મેઘસવારી

વડોદરા- વડોદરામાં મેઘસવારીએ સવારસવારમાં ધબધબાટી બોલાવી દીધી હતી. ત્રણ કલાકમાં 4 ઇંચ વરસાદ પડી જતાં સવારમાં જ શાળાકોલેજ જતાં વિદ્યાર્થીઓ અને કામકાજે બહાર નીકળતાં શહેરવાસીઓને દોડાદોડી વધી પડી હતી. અસખ્ય વાહનો ભારે વરસાદને લઇને અધવચાળ અટકી પડેલાં જોવા મળ્યાં હતાં.

દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં મેઘોના મંડાણ થયા છે.  વહેલી સવારથી જ વડોદરા શહેરમાં  વરસાદી માહોલ છવાઇ ગયો હતો. શહેરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેર ઉપરાંત કપરાડા, છોટાઉદેપુર, દાહોદ, આણંદ તાલુકાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે. વડોદરામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

અચાનક ખાબકેલા ભારે વરસાદથી અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ ગયુ હતું તેમજ સીટી બસ સેવાને બંધ કરવાની ફરજ પડી હતી. વડોદરામાં ન્યાય મંદીર, લહેરીપુર, ગેટથી માંડવી સુધીનો રસ્તો પાણીમાં ડૂબતાં વાહનવહેવારમાં મુશ્કેલી સર્જાઇ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]