અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી માનહાનિ મામલામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સંસદસભ્ય સંજય સિંહની અરજી પર HCએ કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે તમને નીચલી કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. તમે હાજર રહેવા માટે કોર્ટને આશ્વસ્ત કરી હતી. વળી હાલ દિલ્હીમાં પૂરની સ્થિતિ પણ નથી. કોર્ટને તમે અસમંજસમાં મૂકવાના પ્રયાસ કરી રહ્યા છો. હવે કેજરીવાલે હાજર રહેવું પડશે.
અરવિંદ કેજરીવાલના વકીલે અલગ-અલગ કોર્ટના ચુકાદા અને કેસો ટાંકતા હાઈકોર્ટે ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે તમે કોર્ટને મૂંઝવવા જોરદાર પ્રયાસો કરી રહ્યા છો. કેજરીવાલની રજૂઆત હતી કે મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રિવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે તેવો અરજીમાં ઉલ્લેખ હતો.
#Breaking: Gujarat High Court refuses to grant interim stay on the defamation proceedings initiated against Delhi CM Arvind Kejriwal and his party's MP Sanjay Singh for their defamatory statements against Gujarat University. #GujaratHighCourt #ArvindKejriwal #PMModi https://t.co/fc323CNcIE
— Bar & Bench (@barandbench) August 11, 2023
કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇશ્યુ થયા હતા.
PM મોદીની ડિગ્રીના કેસમાં કોર્ટમાં હાજરીથી મુક્તિ માટે કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે અરજી ફગાવી દેતાં કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી કરી હતી.