નરેશ ન મનાવી શક્યાં, શરદ યાદવે પાણી પીવડાવી દીધું…

અમદાવાદ- અનામતની માગણી માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલાં હાર્દિક પટેલને ગઈકાલે નરેશ પટેલ પાણી પીવા માટે સમજાવી શક્યાં ન હતાં. પરંતુ એલજેડીના નેતા શરદ યાદવ તેને સમજાવવામાં સફળ નીવડ્યાં હતાં. એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયેલા હાર્દિકના સવારે વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યાં એ પછી તેને મળવા શરદ યાદવ આવ્યાં હતાં. શરદ યાદવ અને ડીએમકેના એ રાજા, એમ બે રાષ્ટ્રીય નેતાઓને હાર્દિકના ખબરઅંતર પૂછી તેને જણાવ્યું હતું કે તે પોતાની લડત ચાલુ રાખે પણ દેશને તેના જેવા યુવાનોની જરુર છે એટલે સલાહ માને અને પાણી પી લે. આ પછી હાર્દિકે પાણી પી લઇને પોતાનો ફરીવારના જળત્યાગના નિર્ણયને પૂરો કરતાં શરદ યાદવના હાથે પાણી પીધું હતું.