કોંગ્રેસના અગ્રણી નેતા ચંદ્રિકા ચૂડાસમાના યુવાન પુત્રનું હૃદયરોગથી મૃત્યુ

0
2072

ગાંધીનગર- રાજ્ય અગ્રણી મહિલા નેતા ચંદ્રિકાબહેન ચૂડાસમાને પુત્રશોક આવી પડ્યો છે.  કોંગ્રેસ શાસનમાં પૂર્વપ્રધાન વરિષ્ઠ કોંગ્રેસી ચંદ્રિકાબહેન ચૂડાસમાના યુવાન પુત્ર મયૂર ચૂડાસમાનું આજે હૃદયરોગના હુમલાથી ગાંધીનગર ખાતે નિધન થયું છે. તેમની અંતિમ યાત્રા આજે સાંજે માંગરોળ મુકામે કાઢવામાં આવશે.

આ આઘાતજનક સમાચાર મળતાં જ કોંગ્રેસજનોમાં ઘેરા શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અહેમદભાઇ પટેલ, રાજીવ સાતવ,  અમિત ચાવડા , પરેશ ધાનાણી તેમ જ   શક્તિસિંહ ગોહિલ,દીપકભાઇ બાબરીયા સહિત તમામ કોંગ્રેસજનો એ પોતાની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.