સુરતમાં હનુમાન જયંતિના સરઘસ વખતે અથડામણઃ 28 જણને પોલીસે પકડ્યા

સુરત – શનિવારે સાંજે શહેરમાં મુસ્લિમોની વસ્તીવાળા લિંબાયત વિસ્તારમાં નીકળેલા હનુમાન જયંતિ ઉજવણીના સરઘસ વખતે હિંસક અથડામણ, બેકાબુ વર્તન અને પથ્થરમારાની ઘટનાઓના સંબંધમાં પોલીસે 28 જણને અટકમાં લીધા છે.

પોલીસના જણાવ્યા મુજબ, 28 જણને અટકમાં લેવાઈ શનિવારની ઘટનાઓ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.

સુરતના પોલીસ કમિશનર સતિષ શર્મા

એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સરઘસ વખતે એમાં સામેલ થયેલા કેટલાક અતિ ઉત્સાહી લોકો હાથમાં તલવાર સાથે એક મસ્જિદની દીવાલ પર ચડી ગયા હતા. એમાંથી બધી ભાંજગડ શરૂ થઈ હતી.

પોલીસે બેકાબુ ટોળાંઓને વિખેરવા માટે અશ્રુવાયુ છોડ્યો હતો.