સારંગપુરઃ આજે હનુમાન જયંતિનો પાવન અવસર છે. ભારતનું એક પણ ગામડુ એવું નથી કે જ્યાં બરંગબલીના બેસણા નહોય. નાનામાં નાના ગામથી લઈને મોટામાં મોટા શહેર સુધી દરેક જગ્યાએ ભગવાન હનુમાનજી મહારાજના મંદીરો તો હોય જ, કારણ કે આ તો ભક્તોના ભયને અને સંકટને હરનારા દેવ છે. હનુમાન જંયતિની દરેક મંદીરોમાં ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ અત્યારે ભારત દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન છે એટલે આ વર્ષ મંદીરમાં જઈને ભક્તો હનુમાનજી મહારાજના દર્શન નહોતા કરી શક્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં પણ દર વર્ષે લખો ભક્ત ની હાજરીમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી સાદાઈથી હનુમાન જયંતી મહોત્સવ ઉજવાયો હતો.જેમાં શ્રી કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરી ભવ્ય આરતી કરવામાં આવી હતી. દાદાનો અભિષેક કરી રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. અને દાદાને અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આ બધી વિધિ બહારના નાગરિકોને પ્રવેશ નિષેધ હોવાથી ફક્ત સંતો પાર્ષદો દ્વારા જ કરાઈ હતી. આ બધી વિધિ હરિભક્તોએ ઘરેબેઠા ઓનલાઈન નિહાળી ધ્યાનતા અનુભવી હતી.સાથે જ આ દિવ્ય પ્રસંગે મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તથા કોઠારી સ્વામી વિવેકસાગરજી દ્વારા હાલની કોરોના વાયરસની મહામારીમાંથી દેશ અને દુનિયાને વહેલી તકે મુક્ત કરવા દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.
(જિતેન્દ્ર રાદડિયા-રાજકોટ)