રાજ્યમાં ચૂંટણી પરિણામોનો રંગ જામી ચૂક્યો છે. ત્યારે 01 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો 26 માંથી 25 સીટ પર ભાજપની લીડ જોવા મળી રહી છે. નવસારી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર સી આર પાટીલ જંગી મતથી આગળ ચાલી રહ્યા છે. તેમની પાસે લગભગ અજેય 4.5 લાખ વોટની લીડ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા મહત્વની છે. આ વચ્ચે ભાજપ માટે ખુશીના સમાચાર આવી રહ્યાં છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપ લીડમાં છે. સુરત બાદ નવસારી લોકસભા બેઠક પણ ભાજપે પોતાના કબ્જે કરી છે.
તો બીજી બાજું બનાસકાંઠા પર ફરી એક વખત ભાજપે લીડ મેળવી લીધી છે. ત્યારે વાત કરીએ 1 વાગ્યા સુધીના વોટીંગ રીઝલ્ટના આંકડા પર તો હાલા 26 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપની લીડ જોવા મળી રહી છે. તો સુરતની એક બેઠક પર ભાજપની બીનહરીફ જીત જોવા મળી હતી. જ્યારે હવે નવસારી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે નૈષધભાઈ દેસાઈએ હારી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતમાં લગભગ ભાજપ જીતની તરફ આગળ વધી રહી છે. ત્યારે 01 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે જાણો તમારી લોકસભા બેઠક પર કોણ લીડ કરી રહ્યુ છે?
- અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ ઉમેદવાર હિંમ્મત સિંહ પટેલ સામે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 288953 મતોથી લીડ કરી રહ્યા છે
- અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસ ઉમેદવાર ભરત મકકવાણા સામે ભાજપના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા 284047 મતોથી લીડ કરી રહ્યા છે
- અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુતરીયા 310011 મતોથી લીડ કરી રહ્યા છે
- આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા સામે ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 73516 મતોથી લીડ કરી રહ્યા છે
- બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૈહાણને 6166 મતોથી લીડ મળતી જોવા મળી રહી છે.
- બારડોલીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ સામે ભાજપના પ્રભુભાઈ નાગરભાઈ વસાવા 214437 મતોથી લીડ કરી રહ્યા છે
- ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા સામે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 98137 મતોથી લીડ કરી રહ્યા છે
- ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ નારણભાઈ મકવાણા સામે ભાજપના ઉમેદવાર નિમુબેન જયંતિભાઈ બાંભણીયા 290012 મતોથી લીડ કરી રહ્યા છે
- છોટા ઉદેપુરમાં કોંગ્રસના સુખરામભાઈ રાઠવા સામે ભાજપના ઉમેદાવાર જશુભાઈ ભીલુભાઈ રાઠવા 378733 મતોથી લીડ કરી રહ્યા છે
- દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન કિશોરસિંહ તાવીયાડ સામે ભાજપના સુમનભાઈ ભાભોર 239506 મતોથી લીડ કરી રહ્યા છે
- ગાંધીનગરમાં કોંગ્રેસના સોનલ પેટલ સામે ગૃહમંત્રી અને ભાજપના અમિત શાહ 530009 મતોથી લીડ કરી રહ્યા છે
- જામનગરમાં કોંગ્રેસના જે.પી. મારવીયા સામે ભાજપના ઉમેદવાર પૂનમબેન હેમતભાઈ માડમ 197761 મતોથી લીડ કરી રહ્યા છે
- જુનાગઢમાં કોંગ્રેસના જોતવા હીરાભાઈ અરજણભાઈ સામે ભાજપના ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ 134360 મતોથી લીડ કરી રહ્યા છે
- કચ્છમાં કોંગ્રેસના નિતેશ પરબતભાઈ લાલન સામે ભાજપના ચાવડા વિનોદ લખમશી 207230 મતોથી લીડ કરી રહ્યા છે
- ખેડામાં કોંગ્રેસના કાલુસિંહ ડાભી સામે ભાજપના દેવુસિંહ ચૌહાણ 315486 મતોથી લીડ કરી રહ્યા છે
- મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકોર સામે ભાજપના હરીભાઈ પટેલ 280335 મતોથી લીડ કરી રહ્યા છે
- નવસારીમાં કોંગ્રેસના નૈષધભાઈ દેસાઈ સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 506894 મતોથી લીડ કરી રહ્યા છે
- પંચમહાલમાં કોંગ્રેસના ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ સામે ભાજપના રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ 399970 મતોથી લીડ કરી રહ્યા છે
- પાટણમાં ભાજપના ડાભી ભરતસિંહજી શંકરજી સામે કોંગ્રેસના ચંદજી ઠાકોર 10288 મતોથી લીડ કરી રહ્યા છે
- પોરબંદરમાં કોંગ્રેસના લલીત વસોયા સામે ભાજપના મનસુખ માંડવિયા 375795 મતોથી લીડ કરી રહ્યા છે
- રાજકોટમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપના પરશોત્તમ રૂપાલા 379994 મતોથી લીડ કરી રહ્યા છે
- સાબરકાંઠામાં કોંગ્રેસના ચૌધરી તુષાર અમરસિંહ સામે ભાજપના શોભનાબહેન બારૈયા 107164 મતોથી લીડ કરી રહ્યા છે
- સુરત ભાજપના મુકેશ દલાલને બિનહફ જીત મળે છે
- સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના રૂત્વિકભાઈ લવજીભાઈ મકવાણા સામે ભાજપના ચંદુભાઈ છગનભાઈ શિહોરા 196737 મતોથી લીડ કરી રહ્યા છે
- વડોદરામાં કોંગ્રેસના પઢિયાર જશપાલસિંહ મહેન્દ્રસિંહસામે ભાજપમાં શેરડી. હેમાંગ જોષીવલસાડ ભાજપના 508159 મતોથી લીડ કરી રહ્યા છે
- વલસાડમાં કોંગ્રેસના અનંતકુમાર હસમુખભાઈ પટેલ સામે ભાજપના ધવલ પટેલ 212218 મતોથી લીડ કરી રહ્યા છે