ગુજરાતની પ્રથમ સાયન્સ ફિકશન ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટીઝર રિલીઝ

અમદાવાદ- ગુજરાતની પ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટીઝર તાજેતરમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ટીઝરે ગુજરાતી ફિલ્મ પ્રેમીઓમાં કુતૂહલ જગાડી છે. ટીઝર બાથરુમના ફ્લોર પર પડેલા ફિલ્મના મુખ્ય કલાકાર ધ્વનિત ઠાકર સાથે શરુ થાય છે, અને એમની જ ઊંડા અને શાંત અવાજમાં કહે છે કે, ઘેલછા એક વસ્તુ વારંવાર કરાવે છે, અને દર વખતે કઈ જુદું જ રિઝલ્ટ એક્સપેક્ટ કરે છે, સાથે કેમેરો ઝૂમ આઉટ થાય છે. ટીઝરના સંગીતથી ધ્રુજારી છુટ્ટી જાય છે. અંતે કેમેરા અમદાવાદના અવકાશમાં નર્દન લાઈટ્સ એટલે ઔરોં બોરિયાલીસ પર ઝૂમ  થાય છે.

શોર્ટ સર્કિટના ટીઝરને પ્રેક્ષકો તરફથી બોહોળો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શોશિયલ મીડિયામાં એક પ્રેક્ષકે લખ્યું હતું કે, સિનેમેટોગ્રાફી જબરદસ્ત લાગે છે. તેથી આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છું.!! તો અન્ય એક પ્રેક્ષકે યૂટ્યુબ પર લખ્યું, આ ટીઝર આકર્ષક છે, ખૂબ મજા પડશે. ફિલ્મના ટીઝરે લોકોની આતુરતા વધારી દીધી છે.

 

httpss://www.youtube.com/watch?v=WYlxP1Lpfrg