અમદાવાદ- ગુજરાતની સૌપ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’ આગામી 11 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં 2017માં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ વિટામીન શીના અભિનેતા ધ્વનિત ઠાકર મુખ્ય રોલમાં જોવા મળશે. એમની સાથે બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ અને શું થયુંની લીડ અભિનેત્રી કિંજલ રાજપ્રિય અને જાણિતા સ્ટેન્ડ અપ કોમેડિયન અને એક્ટર સ્મિત પંડયાં પણ છે.
ફિલ્મમાં ધ્વનિત આઈટી એન્જિનિયર છે, જે પૂર્વભાસ જેવી ઘટનાનો અનુભવ કરી રહ્યો છે. અને તેની સાથે મિત્રની ભૂમિકામાં પ્રખ્યાત હાસ્ય કલાકાર સ્મિત પંડ્યા પણ જોવા મળશે. જ્યારે ખૂબસૂરત અભિનેત્રી કિંજલ રાજપ્રિય તેજતરાર ટીવી એન્કરનું પાત્ર ભજવી રહી છે. તો 11 જાન્યુઆરીના ના રોજ સમય અટકી જશે. શોર્ટ સર્કિટ