રાજ્યમાં G-20ની 15 બેઠકોનું આયોજન થશેઃ CM

ગાંધીનગરઃ અમેરિકા, ચીન, રશિયા ને ભારત સહિત વિશ્વના 20 દેશો G-20 સમિટની અધ્યક્ષતા ભારત સંભાળી રહ્યું છે. આ સમીટની બેઠકોનું આયોજન રાજ્યમાં પણ થવાનું છે. એ સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં G-20ની 15 બેઠકોનું આયોજન કરશે.

રાજ્યનાં નગરો-મહાનગરો શહેરી વિકાસ કેવો હોય તેનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો અને નાણાંય વ્યવસ્થાપનનો જે મજબૂત પાયો નાંખ્યો છે એને પરિણામે રાજ્ય સરકાર અને તથા વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ હળીમળીને કામ કરે છે. એટલું જ નહિ, નગરો-મહાનગરોમાં વિકાસનું કોઇ કામ નાણાંના અભાવે અટકતું પણ નથી.

મુખ્યમંત્રીએ રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓના મેયર, પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમ જ કમિશનર, ચીફ ઓફિસર અને રિજનલ મ્યુનિસિપલ કમિશનર સાથે ગાંધીનગરમાં ગિફટ સિટીમાં આયોજિત કોન્કલેવ ઓફ સિટી લીડર્સમાં પ્રેરણાદાયી સંબોધન કર્યુ હતું.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે પરિસંવાદની ચર્ચા-પરામર્શ સત્રમાં સહભાગી થતાં કહ્યું હતું કે  નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ પોતાની આવકના સ્રોત ઊભા કરવા સાથે લોકોના પૈસાનું પૂરેપૂરું વળતર વિકાસ કામોથી આપે.

તેમણે ઉમેર્યું હતું કે G-20 ની 15 બેઠકોનું યજમાન ગુજરાત બનવાનું છે તેમાં અર્બન-20 ની બેઠકો દ્વારા આપણે ગુજરાતનો શહેરી વિકાસ, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ, વિશ્વના દેશો સમક્ષ ઊજાગર કરી શકીશું.

 

 

 

x