અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જેમ જેમ ઢૂંકડી આવતી જાય છે, તેમ-તેમ રાજકીય પાર્ટીઓએ આગામી ચૂંટણીને લઈને કમર કસવાનું શરૂ કરી દીધું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત મિશન 2022 માટે રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજો આવતી કાલે અમદાવાદ આવવાના હતા, પણ સિનિયર ઓબ્ઝર્વર અશોક ગહેલોત, ટી.એસ. સિંહદેવ અને મિલિંદ દેવરાની આવતી કાલની ગુજરાત મુલાકાત રદ થઈ છે, કેમ કે તેઓ AICCમાં કોંગ્રેસના સિનિયર આગેવાનોની બેઠકમાં ભાગ લેવાના હોવાને કારણે આવતી કાલની તેમની ગુજરાત મુલાકાત રદ કરવામાં આવી છે.
જોકે આગામી દિવસોમાં આ સિનિયર નેતાઓની ફરીથી ગુજરાતની મુલાકાત આયોજિત કરવામાં આવશે.
