મુદત છતાં સંપત્તિ જાહેર ન કરી રહેલાં આલા અધિકારીઓનો પગાર ફસાયો

ગાંધીનગર- સ્વર્ણિમ સંકુલમાં અધિકારીઓમાં ખળભળાટ મચાવનારા પગલાં રુપે 900થી વધુ કલાસ વન અને કલાસ ટુ અધિકારીઓના પગાર અટકાવી દેવામાં આવ્યાં છે. અધિકારીઓએ પોતાની સંપત્તિ ન દર્શાવતા પગાર અટકાવી દેવામાં આવ્યા છે. સરકારે મહેસૂલ, શિક્ષણ, પોલીસ તેમજ અન્ય વિભાગના 900થી વધુ ક્લાસ 1-2ના અધિકારીઓનો પગાર અટકાવ્યાં છે.

નિયમ પ્રમાણે દર વર્ષે રાજ્ય સરકારના વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીઓેએ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં તેમની મિલકતની વિગતો જાહેર કરવાની હોય છે. આ પ્રક્રિયા સમયાંતરે થતી રહે છે પણ આવું પગલું પહેલીવાર લેવાયું છે.

આશરે 1000થી વધુ અધિકારીઓના ગત માસમાં પગાર અટકાવવાની સાથે મુખ્ય સચીવ જે એન સિઘે જણાવ્યું હતું કે જે અધિકારીઓ માહિતી આપી દેશે તેમને મે માસના પગાર સાથે એપ્રિલનો પગાર આપી દેવાશે. ત્યારે આ માસમાં પણ સંપત્તિની માહિતી ન આપતાં 900 જેટલાં અધિકારીઓના પગાર રોકવાનું કડક પગલું ભરવામાં આવ્યું છે.