ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાએ રીતસરનો કાળો કેર વર્તાવ્યો છે. આગામી 3 મે સુધી લોકડાઉન છે પરંતુ આંકડાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદ રાજ્યમાં સૌથી વધારે કોરોના પ્રભાવિત ક્ષેત્ર છે. કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા રાજ્યમાં 2272 પર પહોંચી ગઈ છે. 95 લોકોના મોત થયા છે અને વધુ પાંચ જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મંગળવારે સાંજથી બુધવારે સવાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના નવા 94 કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંકમાં પાંચનો વધારો થયો છે. નવા 94 કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2272 પર પહોંચી છે. તો પાંચ લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા 1434 પર પહોંચી છે. તો સુરતમાં કુલ કેસોની સંખ્યા 364, વડોદરામાં 207 અને રાજકોટમાં 41 પર પહોંચી છે. તો પાંચ લોકોને સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 2272 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 2020 એક્ટિવ કેસ છે. સારવાર લઈ રહેલા લોકોમાં 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 144 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. તો કુલ 95 લોકોના મૃત્યુ થયા છે.
મંગળવારે સાંજથી બુધવારે સવારે જે પાંચ લોકોના મૃત્યુ થયા છે. તેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં એક વ્યક્તિનું મૃત્યુ અને વલસાડમાં એકનું મોત થયું છે. આ પાંચેય મૃત્યુ પુરૂષોના થયા છે. જેમાં બે પુરૂષોની ઉંમર 60 વર્ષ, તો એકની 52, એકની 56 અને વલસાડમાં જેનું મૃત્યુ થયું છે તેની ઉંમર 21 વર્ષની છે.
અમદાવાદમાં 61 કેસ, સુરતમાં 17 કેસ, બોટાદમાં 2 કેસ, રાજકોટમાં 1 કેસ, અરવલ્લીમાં 5 કેસ અને વડોદરામાં 8 કેસ નોંધાયા છે.
