ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. કોરોનાના કુલ કેસોનો આંકડો 2000 ને પા પહોંચી જતા ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2066 જેટલા કેસ નોંધાયા છે. તાજેતરના આંકડાઓની વાત કરીએ તો ગુજરાતમાં આજે વધુ 127 જેટલા કેસો નોંધાયા છે. અમદાવાદમાં કુલ 50 જેટલા કેસો નોંધાયા છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવીએ આજે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી. રાજ્યમાં આજે કુલ 6 લોકોના અવસાન થયા છે. સુરતમાં 69, અરવલ્લી, ખેડા અને ગીરમાં એક એક કેસ, રાજકોટમાં 2 વલસાડમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયો છે. 19 લોકો વેન્ટિલેટર ઉપર છે.
અમદાવાદની વાત કરવામાં આવે તો અહીંયા કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા, દુધેશ્વર, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, નારણપુરા, મેમનગર, દાણીલીમડામાં કેસો નોંધાયા છે.
રાજ્યમાં 127 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ સુરતમાં છે. સુરતમાં 69 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદમાં 50, રાજકોટમાં 2, અરવલ્લી, ગીર-સોમનાથ, તાપી અને ખેડામાં 1-1વલસાડમાં 2 કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 2066 થઇ છે. રાજ્યમાં વધુ 6ના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 184 કેસો નોંધાયા છે. અમદાવાદમાં 152 કેસો નોંધાયા હતા. ગઈકાલ સુધી ગુજરાતમાં 1939 કેસ નોંધાયા હતા. જયારે અમદાવાદમાં 1248 કેસ નોંધાયા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કેસો સાથે અમદાવાદ મોખરે છે. બીજા નંબરે 269 કેસો સાથે સુરત છે અને ત્રીજા નંબરે 188 કેસો વડોદરામાં નોંધાયા છે. આ આંકડા ગઈકાલ એટલે કે સોમવાર રાત સુધીના છે.
ગજરાતમાં 20.4.2020ના સાંજે 5 વાગ્યાથી 21.04.2020ના સવારે 9 વાગ્યા સુધી નવા 127 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 6 લોકોનાં મોત અને કોઈ ડિસ્ચાર્જનો કેસ સામે આવ્યો નથી. આજે નવા 127 કેસમાંથી અમદાવાદ 50, સુરતમાં 69, અરવલ્લી 1, ગીર સોમનાથ 1, ખેડા 1, રાજકોટ 2, તાપી 1 અને વલસાડમાં 2 કેસ નોંધાયો છે. અમદાવાદમાં આજે નવા 50 કેસ ઘાટલોડિયા, દૂઘેશ્વર, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, રાયખડ, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણીનગર, હાથીજણ, વસ્ત્રાલ, મેમનગર, નારણપુરા, દાણીલીમડા, ગીતામંદિરમાં નોઁધાયા છે.