ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 364 કેસ નોંધાયા છે. તો 29 લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 316 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 3562 લોકો ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યનો ડિસ્ચાર્જ રેટ 38.43 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં નવા કેસની સાથે કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 9268 પર પહોંચી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 566 લોકોના મૃત્યુ થયા છે.રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ દર્દીનો આંક 9268 થયો છે. જેમાંથી 39 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5101 દર્દીઓની હાલત સ્થિર છે. ડિસ્ચાર્જનો કુલ આંક 3562 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મોતની વિગત જોઈએ તો, અમદાવાદમાં 25 મોત, પાટણમાં એક અને સુરતમાં 3 દર્દીનાં મોત નિપજ્યા છે.
આ સિવાય છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે ડિસ્ચાર્જના કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 238, ભાવનગરમાં 4, છોટાઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 8, ખેડામાં 2, મહીસાગરમાં 7, પાટણમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 6 અને વડોદરામાં 44 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
