અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ અત્યારે એક મોટું સંકટ બન્યો છે. કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના વાયરસનું સંકટ અમદાવાદમાં છે, તો ડાંગ જિલ્લો કોરોના મુક્ત થયો છે. ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવનાં વધુ 347 કેસો નોંધાયા છે. તો એક દિવસમાં કોરોનાને કારણે કુલ 20 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે આજના દિવસે 235 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસો 8543 થયા છે. તો રાજ્યમાં કુલ મોતનો આંક 513 થયો છે. તો રાજ્યમાં ડિસ્ચાર્જ કેસોનો કુલ આંક 2780 થયો છે.
અમદાવાદમાં 268 કેસ, વડોદરામાં 29, સુરતમાં 19, ભાવનગરમાં 1, આણંદમાં 2, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 10, પંચમહાલમાં 4, નર્મદામાં 1, મહેસાણામાં 2, જામનગરમાં 3, સાબરકાંઠામાં 3, અને અરવલ્લી-જૂનાગઢમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.
ગુજરાતમાં કોરોનાનાં કુલ પોઝિટિવનો આંક 8542 થયો છે. જેમાંથી 31 લોકો વેન્ટિલેટર પર છે. તો 5218 લોકો સ્ટેબલ છે. જ્યારે કુલ 2780 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને મોતનો કુલ આંક 513 થયો છે. આજે નોંધાયેલ 20 મોતમાંથી 6 મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે. તો 14 મોતમાં દર્દીઓને અન્ય પ્રકારની ગંભીર બીમારી હતી. તો 20 મોતમાંથી સૌથી વધુ મોત અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં આજે કોરોનાને કારણે 19 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે મહેસાણામાં એક દર્દીનું મોત નિપજ્યું છે.
