ગાંધીનગર: કોરોના સામે જંગે ચડેલા દેશમાં પણ સરકાર પાછલા બારણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરી નાગરિકોના ખિસ્સા ઢીલા કરવામાં પડી છે એવો આરોપ આજે કોંગ્રેસે અનેક આંકડાઓ જાહેર કરીને કર્યો છે.
૨૦૧૪-૧૫ થી ૨૦૧૯-૨૦ સુધીનાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારાને લીધે આશરે ૧૭ લાખ કરોડ રૂપિયાની ભરપાઈ લોકોએ વધારાની કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિમતમાં સતત ઘટાડો થતો હોવા છતાં દેશના નાગરીકો પાસથી પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ વસુલવામાં આવ્યા છે એ વિવાદાસ્પદ છે. અત્યારે વિશ્વ આખામાં કાચા તેલનો ભાવ સૌથી નીચા સ્તરે છે છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં જ સાત વખત પેટ્રોલ-ડીઝલમાં આકરો ભાવ વધારો થયો છે.
વર્ષ ૨૦૧૪ના મે મહિનામાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ.૭૧.૪૧ હતો જે આજે ૭૫.૧૬ પ્રતિ લીટર થયો છે, પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી વર્ષ ૨૦૧૪ મેં મહિનામાં રૂ ૯.૨૦ પ્રતિ લીટર હતી જેમાં અધધ વધારા સાથે આજે રૂ. ૩૨.૯૮ પ્રતિ લીટર થયો છે, બીજી બાજુ વર્ષ ૨૦૧૪ મેમાં ક્રૂડ તેલનો ભાવ $ ૧૦૬.૮૫ પ્રતિ બેરલ હતો જે આજે માત્ર $ ૩૮ પ્રતિ બેરલ છે. તેમ છતાં આનો લાભ જનતાને મળ્યો નથી. ઉલ્ટાનું સરકારે ૪ માર્ચ ૨૦૨૦થી પેટ્રોલ ડીઝલમાં ૩ રૂપિયા ટેક્સ વધારી દીધો છે. ત્યારબાદ મેં મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં ક્રમશ 10 રૂપિયા અને ૧૩ જેટલો વધારો કરી માત્ર ૪૮ દિવસોમાં ભાજપ સરકારે ૧૬ રૂપિયા ડીઝલ પર અને ૧૩ રૂપિયા પેટ્રોલ પર વધારીને વાર્ષિક ૧૬૦, ૦૦૦ કરોડ રૂપિયા નાગરીકો પાસેથી વસૂલ્યા છે એનો કોઈ ખુલાસો સરકાર પાસેથી મળ્યો નથી કે આ વાજબી પગલાં છે કે ઊઘાડી લૂંટ?
2014માં પેટ્રોલ 71.41 રૂપિયા હતું, જેના પર પ્રતિ બેરલ એક્સાઈઝ ડ્યુટી 9,20,106.85 ડૉલર હતી અને ટેક્સ 23.50 ડૉલર હતો. જે અત્યારે 75.16ના ભાવ પર 32.98 એક્સાઈઝ ડ્યુટી અને ડિઝલ પર એ જ ક્રમમાં 71.41 રૂપિયા હતા ત્યારે 3.56 એક્સાઈઝ ડ્યુટી અને 38 ડૉલરનો ટેક્સ છે.