ગાંધીનગર- રાજ્યના ચૂંટણીપંચ દ્વારા 75 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી 17 ફેબ્રુઆરીએ યોજાશે અને 19 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરાશે.75 નગરપાલિકાની કુલ2116 બેઠક પર ઉમેદવારી નોંધાવવા માટે 3થી 5 ફેબ્રુઆરી ફોર્મ ભરવામાં આવશે. મતદાન ઇવીએમ દ્વારા કરાવવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા તારીખ જાહેર કરતાં જ ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી છે.
75 ન. પા. ઉપરાંત 17 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે.
75 ન.પાના કુલ 529 વોર્ડ છે અને 19,76,381 મતદારો છે. આ ચૂંટણી માચે કુલ 2763 મતદાન મથક ઊભાં કરાશે. તેમાં 530 મતદાનમથક સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે. સમગ્ર પ્રક્રિયા માટે 80 ચૂંટણી અધિકારીઓ, 80 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, 15,616 પોલિંગ સ્ટાફ કામે લાગશે. આ ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ કરી શકાશે.